fbpx
અમરેલી

સાવરકુંડલા તથા અમરેલી જિલ્લાના તમામ મેળાઓને વહીવટી તંત્ર દ્વારા મેળો યોજવાની પરવાનગી મળી નથી

આમ તંત્ર એ લોક સુરક્ષાને પ્રાથમિકતા આપી છે એ બદલ સાવરકુંડલા પત્રકાર જગત તંત્રનો હાર્દિક આભાર માને છે. સાવરકુંડલાના પત્રકારો પણ આ સંદર્ભે  મેળામાં સેફટી સંદર્ભે તંત્ર અને સંચાલકોનું ધ્યાન દોરતાં જોવા મળ્યા હતા. આમ જોવા જઈએ તો તંત્ર એ વાતનું સ્પષ્ટ સંજ્ઞાન લીધું હતું કે લોક સુરક્ષા એ વ્યવસ્થાનો સૌથી અગત્યનો મુદ્દો છે. જીવન છે તો મોજ મજા આનંદ પણ થઈ શકે પરંતુ લોક સુરક્ષાના ભોગે તો કોઈ પણ સંજોગોમાં કાંઈ ન થાય એ વાતનો ગર્ભીતાર્થ અહીં સ્પષ્ટ જોવા મળે છે. આમ જોવા જઈએ તો ઘણી એસ. ટી. બસમાં એક સૂત્ર લખ્યું હોય છે કે ગતિ (સમય) કરતાં જીવન વધુ કિંમતી છે એટલે નિર્ધારિત સ્પીડ કરતાં વધુ ગતિથી વાહન ન ચલાવવું. આ એ બાબતનો સ્પષ્ટ સંકેત છે કે લોકોના જીવનની સુરક્ષા કાજે સરકાર પણ નિયમો બનાવે છે અને તંત્ર તેનું ચુસ્તપણે પાલન થાય એવો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે. આમ ગણીએ તો દુર્ઘટનાઓ રોજ બનતી નથી પરંતુ બને ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એટલે જ તંત્ર તમામ પાસાઓનો ગંભીરતા પૂર્વક અભ્યાસ કરીને તેનું લોકહીત માટે અમલીકરણ કરાવવા પ્રતિબધ્ધતા દાખવી રહ્યું છે.સમજુ અને શાણા લોકોએ આ નિર્ણયને ખોબલે ખોબલે વધાવ્યો છે એવું જાણવા મળે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/