fbpx
અમરેલી

જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી તૈયારીઓ: દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવી

 અમરેલી જિલ્લાના તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર રાખવાના છે. લો-લાઈન કોઝ-વે પર પાણી પસાર થતું હોય ત્યારે જરુરી બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. નદી અને નાળા તથા નીચાણ વાળા વિસ્તારમાં લોકો અવરજવર ન કરવામાં આવે તેની ખાતરી કરવામાં આવશે. ધાર્મિક તહેવારોને અનુસંધાને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થિત રહેતું જરુરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે. માછીમારોએ દરિયો ખેડવા ન જાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં સગર્ભા સ્ત્રીઓને આઈડેન્ટીફાઈ કરી જરુર જણાય તેમને સલામત સ્થળે રાખવા તથા ઈમરજન્સી મેડીકલ સર્વિસ ઉપલબ્ધ થાય તે માટે ઘટતું કરવામાં આવશે. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓએ જરુરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવું તથા તે માટે જરુરી કાર્યવાહી થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરુરી વ્યવસ્થા કરવા બાબત. સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવી આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. પાણી ભરાવાની શક્યતાઓ હોય તેવા ગામ અને સ્થળોની મુલાકાત લેવામાં આવશે. ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરી જરુરી કાર્યવાહી કરવામાં આવશે. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો અને નદીઓની સમીક્ષા કરવા તથા સાવચેતીના પગલા લેવામાં આવશે. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ લાયઝન અધિકારીશ્રીને તેમને ફાળવવામાં આવેલા તાલુકામાં હાજર રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/