fbpx
અમરેલી

શ્રાવણે શિવદર્શનમ પ્રસિદ્ધ છે પુરાણો માં મીરાપતિ મેવાડ કુંભારાણા એ બંધાવેલ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર

દામનગર  કુંભારાણાએ બંધાવેલ કીર્તિમાન દેવળ શ્રી કુંભનાથ મહાદેવ નો દર્શન મહિમા  રચના ન શોભે તે તણી કહુ છું બીના બની, કેવી કહેતા ના આવે પાર સઘળુ  માટે લખ્યો છે  ટુંકો સાર, હાથી જેવા મુખવાળા, ગણપતિ પવનસુત્ર હનુમાનજી એટલે પાર્વતીજી શુધ્ધ કાચબા અને નંદી ગણથી યુકિત -અગસ્ત ઋષિ વિગેરેના સમુદાયથી -સેવાયેલ એવા કલશ નાથ કુંભનાથને કોટી કોટી નમન. દામનગર શહેરથી દક્ષિણે અગસ્ત ઋષિ અનુષ્ઠાનથી પ્રાગટ્ય કુંભનાથ સ્થાપત્ય યુગ ત્રેતામાં કુંભ જનમ્યા ઋષી થકી વિસ્તર્યુ. ત્યારથી જ રહીને કૈંક વર્ષો ગયા ચાલી પછી ઋષિ વસ્તી ત્યાં થવા લાગી ધીમે ધીમે વસ્યો મનુષ્ય નેસ તહી ધારેશ્રવરી કરી ગ્રામ દેવીની પ્રતિષ્ઠા આપતી અને અતિવૃષ્ટીથી નેસ થયો નાબુદ.

તહી લક્ષ્મણાનંદ નામે આવ્યા યાત્રા ટન આવ્યા પુંજન કરીને ભક્તિભાવે દેરૂ નિર્માવવા કર્યો કઠોર અનુષ્ટાન તહી મીરા પરણ્યો મેવાડ દ્વારકા જતા રસ્તે  લક્ષ્મણાનંદજી એ રોક્યો, રાણોજી રજીયો અને કુંભનાથનું ભવ્ય દેવળ બંધાવ્યું અવધુતને કુંભો રાણો વળી લઈ કીર્તી લખલુટ, પંથે ચાલ્યો કૈક વર્ષો વસ્યો સભાડનેસ કુંભનાય દેવાલય મેવાડપતિએ બંધાવ્યું અને બાજુમાં સભાડ નામનો નેસ બન્યો પછી કૈક વર્ષો વીત્યા લાઠી ઠાકુરની કન્યાને શ્રીમંત દામોજી ગાયકવાડ પરણ્યા તેથી ચભાળ નેસ સહિત ૧૮ ગામ પહેરામણીમાં અપાયા.અને પોતા ના નામ ઉપર થી નેસ નાબૂદ કરી ૧૭૩૦ માં પોતા ના નામ થી વસાવ્યું દામનગર પછી વડોદરા સરકાર નો મહાલ તાલુકો બન્યો સવંત ૧૮૫૬ વાવાઝોડામાં મુશળધાર વરસાદ અને દેવાલય પર વિજળી પડતા મુળ દેવાલય નાશ પામેલ. દેવાલયનો પુનઃ જીર્ણોધ્ધાર સવંત ૧૮૫૬ માં ત્યારે વ્હારે આવ્યો વીર વડોદરાનો રાજીપો તેથી રિલીફ કાર્ય દુષ્કાળના વર્ષમાં રાહત કાર્ય શરૂ થતા એક સુંદર સરોવર અને નયન રમ્ય સુંદર સરોવર તેના કાંઠે ભવ્ય દેવાલયનું નીર્માણ થયું.

પાડુંશૃંગાખ્ય પુરી પાંડરી નાગ તે હાંલનું પાડરશીંગા. સ્વ. આપા શુરા ગોલાણ તમેને સાક્ષાત સિંહ રૂપે દર્શન આપી વરદાન આપી ચપટી જુવાર કોઠીમાં નાખી હોણથી કાઢી નિર્વાહ ચલાવવા જણાવેલ. યુગો પર્યત અન્ન ભંડાર અવિરત ચાલ્યા કરે. માગી લે માગી લે શુરા આવો નહી મળે. ધર્મને આજ પરીપુર્ણ ભક્ત તુ જેહનો કાવે, ભાળો શંભુતે હું કુંભનો નાથ, હું તારી ભકિતથી પ્રસન્ન છુ. તેવી રીતે વરદાન આપી તે પાડરશીંગાના શુરા ભગતનું દેવળ પાડરશીંગામાં હાલ દર્શનીય છે. શુરા ભગતને નાગરૂપે અને સિંહરૂપે સાક્ષાત પરચો આપી વરદાનો આપ્યા. અને દામનગરના મોઢ ચાર્તુવિધ બ્રાહમણો સદગત દિક્ષિત નરોતમભાઈ માધવજીભાઇ ના પરીવારને વડોદરા સરકાર વર્ષાસન ચુકવાતું, કુંભનાથ દામનગર શહેર થી દક્ષિણે ભવ્ય નયનરમ્ય મંદિર તેના સૌંદર્ય માં ગાયકવાડે ગળાવેલ તળાવ દક્ષિણ દિશાએ કુદરતી વન સંપતિ. ટેકરા શિવ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે.

પક્ષીઓનો કલર અને કુદરતનું અપાર એશ્ચર્ય ધરાવતું કુંભનાથ મંદિર વાર તહેવારે મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડે, કુદરતી વરસાદથી સરોવર ભરાય તેમા નાકા વિહાર પણ થાય છે. પૃથ્વી પરના સ્વર્ગ સમુ શિવાલય વૈદીક મંત્રોચ્ચાર અને અનુષ્ઠાનથી અનન્ય, અલૌકીક અનુભુતી કરાવતું આ શિવાલયા અંતરાત્માની શીતળતા અને માનસીક મોહક પ્રકૃતીની અનેક સંપદાઓ ધરાવે છે. નૃત્ય કરતી અપ્સરાનું એશ્ચર્ય સમું પક્ષીઓનો કલરવ, બાગ, બગીચાની પરફયુમ જકડી રાખે તેવી જગ્યા કુંભનાથ ખરેખર અનેક દ્રવ્યો અને સમૃદ્ધિ ના પ્રતીક કુંભ ઋષિ અગસ્ત જન્મા  શ્રી કુંભનાથ મહાદેવ મંદિર એટલે કુદરત ની પૃથ્વી પરની અમુલ્ય ભેટ આ રમણીય સ્થળ અને કુદરતી કૃતીઓથી શોભે છે શિખર પરની ધજા આકાશમાં ફફડાટ કરે છે અને વિશાળ ઘંટનાદ થી અંતરાત્માને ઢંઢોળે કિર્તીસ્થંભ સાથે વારેવારે અફળાવાથી કર્ણપ્રીય મધુર અવાજ દિવ્યતા આપે છે. શિખર પરના સોનેરી કિરણો પાડવાથી પશ્ચિમમાં ભાણ ઉગ્યાની પ્રતિતિ કરાવે છે. કુદરતી અનુમપ શોભા પ્રસિધ્ધ છે. પુરાણમાં, અનાદીકાળથી કરી કરે છે. કિર્તી ગાન જેનું મુકત કંઠે કિનરી અનેક રત્ન જન્મદાતા અનેક ના સુકપ્રદા કુંભનાથ મનોહર મહાદેવને કોટી કોટી વંદન…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/