fbpx
અમરેલી

સાવરકુંડલા આર.કે.પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી ની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા.

થમિક શાળાના વિદ્યાર્થીઓ બાળકૃષ્ણ અને અલગ અલગ પાત્રોની વેશભૂષાઓ રજૂ કરી.સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે સિનિયર કે.જી., જુનિયર કે.જી., બાલમંદિર, પ્લેહાઉસ તથા પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થી બાળકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ નો વેશધારણ કરી કાનુડા બન્યા હતા અને અન્ય વિદ્યાર્થી બાળકો શ્રીકૃષ્ણના મિત્રો સુદામાં, બલરામ, ગોવાળીયા વગેરે વેશભૂષાઓ ધારણ કરી હતી જ્યારે વિદ્યાર્થીનિઓ રાધા અને ગોપીઓ બની હતી આતકે નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના શિક્ષિકા દિશા ગોસાઈ, જાનવી ગોસ્વામી વગેરે સ્ટાફ દ્વારા બાળકોને સુંદર તૈયારીઓ કરાવી જન્માષ્ટમીના પર્વની શાળામાં ઉજવણી કરી હતી.
            આર.કે.પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી જેના કારણે સ્કૂલ ગોકુળ બની હોય તેવો માહોલ જોવા મળતો હતો અને જેસર રોડ વિસ્તારમાં આવેલી પ્રીયાંશી પ્લે હાઉસ શાળામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 1થી 4ના બાળકો કૃષ્ણના વેશ ધારણ કરી શાળામાં આવ્યા હતા કૃષ્ણ સાથે નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા, ગોપીઓ, બલરામ આકર્ષણનું કેન્દ્ર બન્યા આધુનિક યુગમાં પણ આજે પણ શાળામાં કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પણ કૃષ્ણ ના રંગે રંગાય રાસ સાથેની રમઝટ બોલાવી હતી તેની સાથે મટકી ફોડનો કાર્યક્રમ પણ શાળામાં રાખવામાં આવ્યો હતો કૃષ્ણ ના જય ઘોષ સાથે ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા તેમ ધોરણ ત્રણના વિદ્યાર્થી યુગગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/