fbpx
અમરેલી

જિલ્લા સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર,એડિશનલ  ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે કાયદા સ્નાતકોએતા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટ તથા તાબા હેઠળની કોર્ટમાં, ૦૧ (એક) જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તથા ૦૪(ચાર) એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની મુદત પૂર્ણ થાય છે. આ જગ્યાઓ પર નિમણૂક કરવાનો નિર્ણય છે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.)-૨૦૨૩ની કલમ-૧૮(૪) તથા કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્ય સંચાલન નિયમો-૨૦૦૯ના નિયમ-૪(૫) અન્વયે નિયમ-૫(૧) તથા નિયમ-૫(૨) મુજબ પેનલ તૈયાર થશે. આ નિમણૂક માટે નિયત કરવામાં આવેલી લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારોએ અરજી કરવી.

જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર માટે, ગુજરાત હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે ઓછમાં ઓછા ૧૦ (દસ) વર્ષથી સક્રિય હોય, (૨) તે ૬૦ (સાંઈઠ) વર્ષથી વધુ ઉમરના ન હોય અને તે પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ૫(પાંચ) વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય.એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર માટે, ગુજરાત હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે ઓછમાં ઓછા ૭ (સાત) વર્ષથી સક્રિય હોય, (૨) તે ૫૫(પંચાવન) વર્ષથી વધુ ઉંમરના ન હોય, અને તે પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ૩ (ત્રણ) વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય.

આ જગ્યા માટે જે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તેમણે અમરેલી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, ડીસી શાખા, રાજમહેલ કમ્પાઉન્ડ, બહુમાળી ભવન સામે, રાજમહેલની બાજુમાં, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ફોન નં. (૦૨૭૯૨) ૨૨૨૩૦૭ ખાતેથી, રજાના દિવસો સિવાય, કચેરી સમય દરમિયાન (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીમાં) નિયત નમૂનાના અરજી ફોર્મ મેળવવા અને મોડામાં મોડા તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં પરત મોકલવા.

ફોર્મમાં, જરુરી વિગતો (જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત,જાતિ) અને અનુભવના પ્રમાણપત્રો વિગેરેની પ્રમાણિત નકલો તથા છેલ્લા પાંચ-ત્રણ વર્ષના આવકવેરા રિટર્ન અને ડેક્લેરેશન સામેલ રાખવા. નિયત સમયમર્યાદા વિત્યે અને અધૂરી વિગતો હોય તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. ઉમેદવાર સામે ભૂતકાળમાં ગુન્હો નોંધાયો નથી, તે મતલબનું સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરવું.નિયુક્ત થયેલા ઉમેદવારોને કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્ય સંચાલન નિયમો-૨૦૦૯ મુજબ ફી તથા અન્ય ભથ્થા મળવાપાત્ર થશે. સબંધિત ઉમેદવારોએ, ઈન્ટરવ્યુના નિયત તારીખ-સમયે તમામ અસલ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવું, તેમ અમરેલી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts