શિક્ષણ મંત્રી ની દુરંદેશી અને દંડક વેકરિયા ની મહેનત રંગ લાવી દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર દીકરી ઓનો કુંમકુમ-તિલક કરી શાળા પ્રવેશ
અમરેલી દેવભૂમિ દેવળીયા તા.જી.અમરેલી ગામે ગ્રામ પંચાયતની દેવભૂમિ દેવળીયા ગામના વિધાર્થી ભાઈ બહેનો માટે માઘ્યમિક શાળા ન હોવાથી પડતી મુશ્કેલી સંદર્ભે અમરેલી ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાન સભા ના નાયબ મુખ્ય દંડક કૈાશિકભાઈ વેકરીયા ને રજુઆત કરતા તેમના અર્થાગ પ્રયત્નો થકી રાજ્ય ના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિીયાની દિર્ધદ્રષ્ટિથી રાજય સરકાર શ્રી દ્રારા દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર કરી આજરોજ ધોરણ–૯ માં વિધાથી–બહેનોને વાંજતે ગાજતે કુંમકુમ-તિલક કરી શિક્ષણાધિકારી શ્રીની કચેરીના કૈલાસબેન મકવાણા (એ.આઈ.) દક્ષાબેન દેવાણી દેવભૂમિ દેવળીયા સરકારી માઘ્યમિક શાળા-પ્રિન્સીપાલશ્રી લેઉવા મેડમ (એ.આઈ.) ડી.ઓ. કચેરી અમરેલી તેમજ સરપંચશ્રી ભાવનાબેન સુખડિયા દેવભૂમિ દેવળીયા ઉપ સરપંચશ્રી ધમિષ્ઠાબેન સભ્યશ્રી કંચનબેન તાલુકા સભ્ય ભાવેશભાઈ સોલડીયા તેમજ પ્રાથમિક શાળા આચાર્ય રિતેશભાઈ શિંગાળા તેમજ સ્ટાફ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ધોરણ-૯ માં પ્રવેશ ઉત્સવ કરી સરકારી માધ્યમિક શાળાની શુભ શરૂઆત કરવામાં આવી આથી મજબુર બની અપડાઉનમાં દિકરીઓને તેમજ ગરીબ વિધાર્થીઓને હવે સ્થાનિક જ લેવલે સરકારશ્રીની શિક્ષણ અંગેની આ શરૂઆતથી દેવભૂમિ દેવળીયા ગામ તેમજ આસપાસના કલસ્ટ્રર એરીયાના લાગુ ગામનો વિધાર્થી–બહેનોને માધ્યમિક શાળા થકી શિક્ષણનો પાયો મજબુત કરી આગળ વધવાનો મોકો પ્રાપ્ત થતા ગ્રામજનોમાં ખુશીનો મહોલ ફેલાયો છે.
Recent Comments