fbpx
અમરેલી

કોમર્સ કોલેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ વિવિધ ભૂમિકાઓ ભજવી.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે આજરોજ તારીખ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીની જન્મ જયંતી નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ તથા પ્યુનની ભૂમિકા ભજવી હતી. જે અંતર્ગત એફ.વાય. બી.કોમ.માં વંદના પરમાર, નિધિ ગોહિલ, યશવી સરવૈયા, સુનેરા વરુકડા, મિત્તલ રાઠોડ, મન્ત શેલડીયા, સોનલ વઘાસિયા, દિવ્યા ચાટકીયા, ઉર્વશી દામાણી, હેમાંશી ભેસાણીયાએ વિવિધ વિષયો ભણાવ્યા, જ્યારે એફ. વાય. બી. બી. એ. માં કેવલ પંડ્યા, ધાર્મિક કથીરીયાએ સ્વયં શિક્ષક બનીને ઉજવણીમાં ભાગ લીધો હતો. એસ.વાય. બી.કોમ.માં દિવ્યરાજ ચૌહાણ,  હીતેન સોલંકી, તુલસી ઝાપડિયા, મિત્તલ રાઠોડ, પાયલ સોલંકી અને શિવાલી વાઘેલાએ વિવિધ વિષયો ભણાવ્યા, જ્યારે એસ. વાય. બી. બી. એ. માં નિધિ પરમાર, દિશા પરમાર, મીત અજુગીયા, આદર્શ શ્રીવાસ્તવ, જૈમીન ગોસ્વામી તથા તુલસી રાઠોડ પ્રોફેસર બન્યા હતા. ટી. વાય. બી.કોમ. માં ભરત કુડેચા, જલ્પા ગેલાણી, જાનવી ગોંડલીયા અને પાયલ વાળાએ પ્રોફેસર ની ભૂમિકા નિભાવી હતી,

જ્યારે ટી. વાય. બી. બી. એ. માં મહેક જોષી, ક્રિષ્ના નાથજી, હિતાંશી બોરડ, પરી મેતલીયાએ વિવિધ વિષયો ભણાવ્યા હતા. આજરોજ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બી.કોમ. વિભાગમાંથી પ્રિયાંશી વાઘાણી અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે રાહુલ સવાણીએ ભૂમિકા ભજવી હતી, જ્યારે બી.બી.એ.વિભાગમાંથી મહેક જોષી પ્રિન્સિપાલ તેમજ પરી મેતલીયા  વાઇસ પ્રિન્સિપાલ બન્યા હતા. એફ.વાય. બી.બી.એ. માંથી જૈનેશ આસોદરીયાએ પ્યુનની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિનની ઉજવણી માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવિયા તથા પ્રા. ડો. એ. બી. ગોરવાડીયા તેમજ એન.સી.સી. ઓફિસર પ્રા. વિલ્સન વસાવાએ જહેમત ઉઠાવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ તેમ આઇ.ક્યુ.એ.સી. કો-ઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/