fbpx
અમરેલી

સૌરાષ્ટ્ર ના ગોંડલ માર્કેટ યાર્ડ માં ચીની લસણ આવતા પૂર્વ સાંસદ ઠુંમર આક્રમક. વોકલ ફોર લોકલ નો ફુગ્ગો ફૂટી ગયો સરકાર ખુલાસો કરે

અમરેલી ગોંડલ માર્કેટયાર્ડ મો ચીન થી દાણચોરી પ્રતિબંધિત લસણના કટ્ટા હરરાજીમાં આવતાં પ્રત્યાઘાત આપી પુર્વ સાંસદ પુર્વ ધારાસભ્ય ખેડુત અગ્રણીશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, ડ્રગ્સ, દારૂ, બાયોડીઝલ અને પ્રતિબંધિત અનેક લોકોને હાનિકારક પ્રવૃતિઓ ગુજરાતમાં ચાલી રહી છે. અતિવૃષ્ટિનાં કારણે ગુજરાત પાણીમાં તરબોતોળ છે અનેક વિસ્તારમાં લીલો દુષ્કાળ પડી ચુક્યો છે છતાપણ ભાજપની સભ્ય નોંધણી કરવામાં વ્યસ્ત એવી ભાજપ પાર્ટી ગુજરાતને કઈ હદે બરબાદ કરવા માંગે છે તે સમજાતું નથી. સભ્ય નોંધણી નો ગામો-ગામ V.C. દ્વારા વિરોધ થઈ રહ્યો છે પગાર વગરનાં V.C. અને છતાપણ ફરજ બજાવવી, ગુજરાતનાં યુવાનોને કઈ દિશામાં ભાજપ લઈ જવા માંગે છે. ગુજરાત ડ્રગ્સ, દારૂ નું હબ બની ચુક્યું છે.

લોકોની ખાદ્ય ચીજ-વસ્તુઓ નકલી, શાળા-કોલેજો નકલી, અધિકારી કચેરીઓ નકલી, બિયારણ દવાઓ નકલી ઝડપાઇ છે. ચીન એ ભારતનો અનેક વિસ્તાર કબ્જે કર્યો છે. છપ્પનની છાતી ધરાવતાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે એ કાશ્મીર સમસ્યા હલ કરવાને બદલે પાકિસ્તાને જુનાગઢ ને પણ પાકિસ્તનનો હિસ્સો ગણાવ્યો છે ત્યારે આવી નબળી નમાલી સરકાર ભારત દેશ અને ગુજરાત ને કેટલું નબળુ પાડવા માંગે છે. માત્ર વાહ-વાહી લુટીને ગુજરાત કુપોષણ માં નંબર-૧ બન્યું છે અનેક લોકો આત્મવિલોપન કરી રહ્યાં છે, સુરતનો તાજો કિસ્સો એકજ કુટુંબના ૭ (સાત) લોકો આત્મવિલોપન કરે, આખું સુરત ધુસકે પાણીમાં ગરકાવ થઈને રડી રહ્યું છે. રસ્તાઓ ખાડામાં ડુબી ગયા છે કે ખાડાઓ રસ્તામાં છે તે ખ્યાલ આવતો નથી. અનેક પુલો પડી રહ્યા છે, નેશનલ હાઇ-વે, સ્ટેટ હાઇ-વે જેવા મહત્વનાં રસ્તાઓ, શહેરી વિસ્તારમાં મચમોટા ખાડાઓ અને ગાયોનાં રામધણનાં કારણે લોકો પરેશાન છે.

આખું ગુજરાત ગંદકીમાં ડુબીગયું છે. ગંભીર રોગ ફાટી નીકળે તેવું નિર્માણ થયેલ છે ત્યારે ચીનની ૨૦૦૫ માં UPA સરકારે પ્રતિબંધિત કરેલ લસણ બજારમાં ખુલ્લેઆમ માર્કેટયાર્ડ મારફત વેચાઇ રહી છે ત્યારે આ ભાજપ થોડી શરમ હોય તો સભ્ય નોંધણી બંધ કરીને ગુજરાતનાં વિકાસ તરફ ધ્યાન આપવું જોઇએ. કોઇ ભાજપનાં સભ્ય થવા તૈયાર નથી જેમનાં પ્રદેશ પ્રમુખ પણ જાહેરમાં ગમે તેવા સભ્ય નોંધો છે તેમ કહીને ગીનાઈ રહ્યા છે. ગુજરાત એક ગરીમાં વાળુ રાજ્ય છે, વસ્તીમાં પાંચમું સ્થાન છે, ગાંધી-સરદાર ની ભુમી છે કે જેણે દેશને સ્વતંત્રતા અપાવી, ઉદયભાણસિંહજી તેમજ કોંગ્રેસ પુર્વ સરકારે સહકારી પ્રવૃતિ સ્થાપીને ગુજરાતને ગર્વિત થવાનો મોકો આપ્યો છે તેને બદલે સંસ્થાઓમાં પણ મચમોટા સભ્ય નોંધણીનાં કાર્યક્રમો યોજીને જે પ્રકારની પ્રવૃતિ ચાલી રહી છે ત્યારે ગણપતી દાદા ને ગણપતી સ્થાપના દરમ્યાન નમન કરીને વિનંતી કરું છું કે, આ સરકાર અને ભાજપને સદ્દબુધ્ધિ આપે અને ગુજરાતની ગરીમાં વધારે. કોઇપણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે તેવા નિવેદનો કરીને ભાજપ અને ભાજપનાં મંત્રીશ્રીઓ વાહ-વાહી કરી રહ્યાં છે ત્યારે દાણચોરી ચીન નું પ્રતિબંધિત લસણ કોણ લાવી રહ્યું છે? ક્યાં બંદર ઉપર આ લસણ આયાત થઈ રહ્યું છે? તેનો ખુલાસો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/