fbpx
અમરેલી

સહકારીતા એક આંદોલન, વ્યવહારિક સ્વરુપ ગુજરાતની દેન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, સહકારિતા એ એક જનઆંદોલન છે,  તેનું વ્યાવહારિક સ્વરુપ એ ગુજરાતની દેન છે. અમૂલ (ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા) નું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપ્યો હતો.

પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે. ઓછાં ખર્ચે વધુ સારુ પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સૉર્ટેડ સિમન રુ.૫૦ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છે, સમ્રગ ભારતમાં પશુ ઓલાદ સુધારણા એક મિશન તરીકે આગળ ધપે તે જરુરી છે. ઉચ્ચ ઓલાદ માટે પશુઓમાં પણ ગોત્ર પસંદગીનું મહત્વ હોવાનું રાજયપાલશ્રીએ સમજાવ્યું હતું. ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ગતિમાન છે. 

રાજયપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિષયે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની મુખ્ય માંગણી અને જરુરિયાત છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, પેસ્ટીસાઈડ્સના અંધાધૂંધ ઉપયોગને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે. જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય, ધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે. અળસિયા એ પ્રાકૃતિક કૃષિ માટે મિત્ર હોવાનું જણાવી નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને સક્રિય કરવા અને જમીનમાં રહેલા પોષક તત્વો માટે ઉપયોગી હોવાનું રાજયપાલશ્રીએ ઉમેર્યુ હતું.સોના જેવી ધરતીના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિનું મહત્વ છે. પ્રાકૃતિક કૃષિની આવશ્કતાઓ સમજી રાજય સરકારે હાલોલમાં પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી શરુ કરી છે તેની પ્રથમ કોલેજ અમરેલીમાં શરુ થવા બદલ તેમણે આગેવાનશ્રીઓ અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કરતાં ઉમેર્યું કે, આપણે વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે ગૌ પાલન, પશુપાલન અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ તેજ ગતિથી આગળ વધવું પડશે.

સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાળાઓએ, પ્રાકૃતિક કૃષિના મહત્વ ‘ધરતી કહે પુકાર કે’ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી, ઉપસ્થિત સર્વેએ તે કૃતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.રાજયપાલશ્રીના હસ્તે સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી ૧૦૧ વર્ષીય શ્રી નારણભાઈ  શામજીભાઇ ભંડેરી અને શ્રી હરિભાઈ કાળાભાઇ સાંગાણીનું વડીલ વંદના-સન્માન કરવામાં આવ્યુ હતું. અમર ડેરીમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા.

નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા, ઇફકો, ગુજકોમાસોલ અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે,  સહકારી ક્ષેત્રના વિકાસ થકી રોજગારીની તકોમાં વધારો થાય છે. ઉપરાંત ‘સહકારથી સમૃદ્ધિ’ના ઉમદા વિચારને બળ મળે છે. પશુપાલન થકી સહકારી ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે. પશુપાલન ક્ષેત્રે થનારા પરિવર્તનો શ્વેત ક્રાંતિ માટે નવા દ્વાર ખોલશે અને તેના ઉજ્જવળ પરિણામો ભવિષ્યમાં મળશે. કુપોષણ નાબૂદી માટે પ્રધાનમંત્રીશ્રીએ પોષણ અભિયાન અમલી કરાવ્યું છે, પોષણ અભિયાનને સાર્થક કરવા દૂધ એ સંજીવનીનું કાર્ય કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રુપાલાએ કહ્યુ કે, અમરેલી ખાતે આઈ.વી.એફ. લેબોરેટરીની સ્થાપના થકી અદ્યતન પશુ ઓલાદ સુધારણામાં લાભ મળશે. સહકારી પ્રવૃત્તિઓના વિકાસ માટે યુવાઓને જોડવાનો અભિગમ છે. સાથે મળીને કાર્ય કરવું એ સહકારિતાનો પાયો છે. સહકારી સંસ્થાઓ અને પશુપાલકોના સહયોગથી પશુપાલન ક્ષેત્રના વિકાસ થકી ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સમૃધ્ધિ, પ્રગતિ અને ક્રાંતિ લાવી શકાય. તમામ સહકારી મંડળીઓ ગ્રામ્ય કક્ષાએ આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બને તે માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે. મહિલા મંડળી દ્વારા કરવામાં આવેલી રુ.૧૧ કરોડ જેટલી રકમની બચતને પ્રેરક હોવાનું જણાવી ‘બચત બીજો ભાઇ’ એ કહેવત જણાવી શ્રી પરસોત્તમભાઈ રુપાલાએ બચત કરવા અનુરોધ કર્યો હતો.સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં અમર ડેરીના પ્રારંભ અને વિકાસની વિગત જણાવી. તેમણે કહ્યુ કે, સહકારથી સમૃદ્ધિ મેળવી શકાય છે. ગીર ગાયનું સંવર્ધન થતાં સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકોનું સર્જન થયું છે તેના લીધે સ્થળાંતર ઓછું થશે.

નાયબ મુખ્ય દંડક અને અમરેલીના કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીને સહકાર ક્ષેત્રનું હબ હોઈ પશુપાલકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને રોજગારીની તકોના નિર્માણ માટે તક હોવાનું જણાવ્યું હતું.વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી અરુણ પટેલે કર્યુ હતુ. આભાર દર્શન શ્રી મુકેશભાઇ સંઘાણીએ કર્યુ હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા,  જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ,  પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરિશભાઇ ડેર, શ્રી નલિનભાઇ કોટડિયા, શ્રી કાળુભાઇ વિરાણી, સહકારી અગ્રણીશ્રીઓ, વિવિધ સહકારી મંડળીઓના આગેવાનશ્રીઓ, મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/