આવનારી સદી એ હિન્દુત્વ ની છે, ઈતેશ મહેતા લુણીધાર હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હિન્દુ સમાજને જાગૃત કરવા સંગઠિત સત્સંગ કેન્દ્ શરૂ થશે
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના સૃષ્ટિપૂર્તિ સમાપન સમારોહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ લુણીધાર ખડ દ્વારા શ્રી પિપ્લેશ્વર મહાદેવ મંદિર આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ સંજયભાઈ પડશાલા ની અધ્યક્ષતા મા હિન્દુ સંમેલન યોજવામાં આવેલ સંમેલન નું પ્રારંભ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા અને ગૌ સેવા જિલ્લા સંયોજક દિલીપસિંહ પરમાર એ કરવામાં આવેલ આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા એડવોકેટ ઈતેશભાઈ મહેતાએ જણાવેલ કે હિન્દુત્વને વ્યવહારિક જીવનમાં ઉતારવાની વર્તમાનમાં જરૂરિયાત છે
વધુ માં જણાવેલ કે પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુકિત, લવ જેહાદ – લેન્ડ જેહાદ વિરુધ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માતરણ અટકાવવું – ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે તેમને વધુમાં જણાવેલ કે આવનારી સદી હિન્દુત્વ અને હિન્દુ ની છે આ માટે હિન્દુ એ સગઠત અને સક્રિય થવું પડશે આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ગૌ સેવા પ્રમુખ દિલીપસિંહ પરમાર અને ચંદ્રકાંત બારોડ, રમેશભાઈ જાદવ એ લોક સાહિત્ય રજૂ કરેલ પ્રાસંગિક પ્રવચનમાં હિન્દુ સમાજને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો આ સંમેલન ને સફળ બનાવવા માં લુણીધાર ના સરપંચ રાજુભાઈ લુણીધાર વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ સંજયભાઈ પડશાલા ખાસ ઉપસ્થિત રહેલ જિલ્લા પ્રસાર પ્રચાર સંયોજક ની યાદી માં જણાવેલ
Recent Comments