fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના જાણીતા યુવા હર્ષ મુકેશભાઇ સંઘાણીએલંડન ખાતે આંતરરાષ્ટ્રીય મંચ પર બેસ્ટ ડિપ્લોમેંટ એવોર્ડ જીતી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું.

 અમરેલી, 30 સપ્ટેમ્બર, 2024 – અમરેલીના જાણીતા યુવા નેતા, હર્ષ મુકેશભાઈ સંઘાણી લંડન ખાતે યોજાયેલી Best Diplomats Model United Nations (MUN) કોન્ફરન્સમાં શ્રેષ્ઠ ડિપ્લોમેટ અને શ્રેષ્ઠ નેગોશીયેટર તરીકે ચમક્યા છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ, જે દર વર્ષે યુનાઇટેડ નેશન્સના યુવા વિંગ દ્વારા આયોજિત કરવામાં આવે છે, તેમા વિશ્વના યુવાન નેતાઓને રાજકીય ભૂમિકા નિભાવવાના અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું આંતરરાષ્ટ્રીય મંચ પુરુ પાડવામાં આવે છે.

હર્ષ સંઘાણી આ પહેલા પણ સ્ટેટ લેવલ પર, રાષ્ટ્રીય સ્તર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર પરની વિવિધ સ્પર્ધાઓ કે મંચ પર તેઓ તેમની નેતૃત્વ શક્તિનો પરિચય આપી ચુક્યા છે. આ માન્ય અને પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતના યુવા પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી થવી તે પણ તેમની અદભૂત નેતૃત્વ ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અનુભવોના કારણે શક્ય બન્યું છે. તેમણે તેમના ફાઉન્ડેશન મારફતે નવીનતમ અને રાષ્ટ્ર્રહિત કે દેશહિત ની સાથે વૈશ્વિક વિષયો પરના ઘણાબધા પ્રોજેક્ટ્સમાં ભારતના યુવાનોને વિકાસ માટે જોડ્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

શ્રેષ્ઠ ડિપ્લોમેટ  અને નેગોશીયેટર તરીકે પસંદ થવાને કારણે, હર્ષ સંઘાણીના પ્રભાવશાળી વિચારો અને નેતૃત્વ કૌશલ્યને આંતરરાષ્ટ્રીય સ્તર પણ સફળતા મળેલ છે વિશ્વના વિવિધ દેશોના યુવા નેતાઓ ડિપ્લોમેટ તરીકે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય ત્યારે હર્ષ સંઘાણી એ વૈશ્વિક વિષયો પર પોતાના પ્રભાવશાળી વિચારો અને તાર્કિક રજુઆતોના લીધે શ્રેષ્ઠ ડિપ્લોમેટ ની સાથે શ્રેષ્ઠ નેગોશીયેટર તરીકે ની સિદ્ધિ મેળવી હતી અને હર્ષ મુકેશભાઈ સંઘાણી એ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સ્પર્ધા જીતી અને અમરેલીને વિશ્વ ફલક પર ગૌરવ અપાવ્યું છે આ સ્પર્ધા કે કોન્ફરન્સ નો મુખ્ય ઉદ્દેશ યુવા નેતાઓને સાથે લાવીને વિશ્વના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનો છે.

આ જીત હર્ષ સંઘાણીના પરિવાર માટે અને સમગ્ર અમરેલી માટે ગૌરવશાળી ક્ષણ છે. અમરેલીને આ ગૌરવશાળી ક્ષણ અપાવવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમરેલી નું નામ રોશન કરવા માટે હર્ષ મુકેશભાઈ સંઘાણી એટ્લે આજના યુગની યુવા શક્તિ,આ જીત બદલ અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશભરમાંથી  અભિનંદનની વર્ષા થઈ રહી છે

Follow Me:

Related Posts