fbpx
અમરેલી

“સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”

તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૪માં શરુ થેયલ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાને લઈને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઈ ઝુંબેશ શરુ છે. જિલ્લામાં ગ્રામ્ય સ્તરે નિયમિત સ્વચ્છતા જાળવવા બાબતે રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  લાઠી તાલુકામાં વિવિધ ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રીની રિફ્રેશર તાલીમ સંપન્ન થઈ હતી. ગામને કાયમી ધોરણે સ્વચ્છ રાખવા માટે વિવિધ વિગતોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતુ.

કાયમી સફાઈ પ્રવૃત્તિઓ, વિવિધ સ્પર્ધાઓ દ્વારા જનજાગૃત્તિ, ગટરલાઈન સાફ સફાઈ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લાઠી તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ નિયમિત રીતે સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે નાગરિકોની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધા, નાટકની પ્રસ્તુતિ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ  છે. જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts