fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લા સમિતિની બેઠક યોજાઈ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અન્વયે  અમરેલી જિલ્લા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી-વ-સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લા સમિતિના અધ્યક્ષ અજય દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લામાં માસ્ટર પ્લાન-૦૧ અને માસ્ટર પ્લાન-૦૨ હેઠળ મંજૂરી મેળવેલા જળસંચયના વિવિધ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અન્વયે જિલ્લામાંઆશરે રુ.૪૨૭.૧૨ લાખના ખર્ચે ૧૫૫ કામો પૂર્ણ થયા છે. આ પૈકીના ૧૦૦ ટકા લોકભાગીદારી ધરાવતા રુ.૫૮.૪૬ લાખના ખર્ચે ૦૯ કામો,  ૬૦-૪૦ ટકા લોકભાગીદારી ધરાવતા રુ.૨૩૭.૯૯ લાખના ખર્ચે ૭૩ કામો અને રુ. ૧૩૭.૫૬ લાખના ખર્ચે ખનાર ૭૧ ખાતાકીય કામોનો સમાવેશ થાય છે.  આ બેઠકમાં ૧૦૦ ટકા ખાતાકીય ખર્ચ દ્વારા અને ૬૦-૪૦ રેશિયોમાં ૬૦ ટકા લેખે સરકાર દ્વારા ચૂકવવાના થતાં ૧૪૪ કામોની રકમને જિલ્લા કક્ષાની સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪સમિતિના સહ અધ્યક્ષશ્રી નોડલ અધિકારીશ્રી, સભ્ય સચિવશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ, પંચાયત તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts