fbpx
અમરેલી

ઢસા કુમાર શાળા અને કન્યા શાળા માં શ્રી ભુરખિયા હનુમાનજી પ્રેરિત જીવદયા અભિયાન નાં સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

દામનગર. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન માં ભાગ લેનાર ઢસા ગામ ની શાળા ઓમા પ્રમાણ પત્રો એનાયત સમારોહ યોજાયો પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતા પરમાર્થ માટે ઉઠતો એક હાથ વધુ અસરકારક રહે છે. “ટ્રસ્ટી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર  હરજીભાઈ નારોલા”ગઢડા સ્વામી નાં ઢસા ગામે કુમાર શાળા અને કન્યા શાળા ખાતે હજારો વિદ્યાર્થી ઓને પક્ષી ઘર ચણ પાત્ર અને પ્રમાણ પત્ર અર્પણ કરતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ હરજીભાઈ નારોલા હિંમતભાઈ કટારીયા ભરતભાઈ ભટ્ટ સંજયભાઈ તન્ના દીપકભાઈ ગાંગડિય ઢસા એસ એમ સી નાં અગ્રણી ઓ વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં વામવયે બાળકો માં અબોલ જીવો મુક પક્ષી પ્રત્યે અપાર કરુણા વસે તેવા ઉમદા અભિગમે પ્રારંભયેલ જીવદયા મુહિમ કારગત નીવડી શાળા પરિવાર સ્ટાફ ની મહેનત થી અબોલ જીવો માટે જીવદયા અભિયાન ની ફ્ળસ્તુતિ  સર્વ વ્યાપક બની સમસ્ત ઢસા ગામ માં દૈનિક ૬૦૦૦ થી વધુ રોટલી ગાય કૂતરા ઓને મળી રહી છે 

“રામ કી ચડિયા રામ કા ખેત ખાલે ચડિયા ભર ભર પેટ” ને સાર્થક કરતા વિદ્યાર્થી અને વાલી  પ્રત્યે આભાર વ્યક્ત કરતા ટ્રસ્ટી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ હિમતભાઈ કટારીયા નાના એવા ઢસા ગામે ૨૧૦૦ વિદ્યાર્થી ઓ દ્વારા દૈનિક ગાય કૂતરા ને રોટલી અને પક્ષી ઓને ચણ નાખવા ની બાળકો માં પ્રકૃતિ માટે એક સારી સુટેવ વિકસી ઢસા ગામે કુમાર શાળા અને કન્યા શાળા માં જીવદયા નું ઉત્તમ કામ કરનાર વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા  શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ના અગ્રણી ઓ સહિત સ્થાનિક અગ્રણી નાં વરદહસ્તે શાળા સ્ટાફ ની સરાહનીય સેવા બદલ શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ની પ્રતિમા અર્પી વિશિષ્ટ સન્માન કરાયું હતું 

ઢસા ની કુલ મળી નવ શાળા ઓના કુલ ૨૧૦૦ વિદ્યાર્થી ઓએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન માં ઉત્સાહ ભેર ભાગ લીધો નાના એવા ઢસા ગામે સૌથી મોટું પરમાર્થ થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસો માં આ અભિયાન અવિરત રહે તેવી શુભેચ્છા પાઠવી વિદ્યાર્થી ઓનો ઉત્સાહ વધારતા અગ્રણી  

Follow Me:

Related Posts