fbpx
અમરેલી

શ્રી પંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી એ સાવરકુંડલામાં હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ ની પરંપરાગત ઉજવાતી નવરાત્રી માં આર્શીવચન પાઠવ્યા.

સાવરકુંડલા શહેરમાં વર્ષોથી પરંપરાગત નવરાત્રિ દરમિયાન ઠેર ઠેર આબેહૂબ દર્શનીય, કલાત્મક અને માતાજી અને ભગવાન નો સાક્ષાત્કાર કરાવતી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. દર વર્ષ સાવરકુંડલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓ ઇતિહાસ અને સનાતન ધર્મ સાથે જોડાયેલ હોય છે. શ્રી પંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી સાવરકુંડલા ખાતે પધરામણી કરી હતી.

  સાવરકુંડલા શહેરમાં વર્ષોથી દર વર્ષે દરમિયાન પ્રાચીન રાસ, ગરબા માટે ગરબીઓનું વિવિધ સમાજ, વિસ્તારો, ચોક મંડળનું દર વર્ષે પરંપરાગત ગરબીઓનું સાજીંદા અને લાઈવ ગાયક કલાકારો દ્વારા માતાજીના ગરબા અને માતાજીની ભક્તિ માટે ગરબા, ગરબી ની અંદર ભાગ લેનારા ખેલૈયાઓ ભાઈઓ બહેનો માતાજીના સ્થાપનની ફરતે રાસ ગરબા રમે છે. જેમાં સાક્ષાત્કાર શક્તિ ના દર્શન થાય છે. ગરબી માં સમસ્ત હીન્દુ સમાજ-સનાતન સંસ્કૃતિ ને ઉજાગર કરતા લોકો એકત્ર થઈને ગરબી શરૂ થાય ત્યારે અને ગરબી પૂર્ણ થાય ત્યારે માતાજી ની આરતી કરે છે

અને આ ગરબીમાં ભાગ લેતા ખેલૈયાઓ જેમ કે નાના ગોવાળિયા, મોટા ગોવાળિયા અને દીકરી ના રાસ, બહેનોના રાસ માણવા નીહાળવા તેમજ શ્રી પંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી  પધરામણી કરી ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા સારંગપુર ખાતે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ તેમજ ખોડિયાર માતાજી ની આબેહૂબ મૂર્તિ, બાળ ખોડિયાર મંડળ આયોજિત નવ ફૂટ ની મહાકાળી માતાજીની મૂર્તિ, આઝાદી સમય વર્ષ 1947 થી અવિરત ચાલતી દેવળા ગેઈટ ખાતે આવેલ ખોડિયાર ગરબી મંડળ, શ્રી કૃષ્ણ ગૌશાળા આયોજીત દેવ અને દાનવો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન નું હાલતું ચાલતું દ્રશ્ય તેમજ દાસારામ યુવક મંડળ આયોજિત  હમીરજી ગોહિલ ભગવાન મહાદેવ ને પોતાનું મસ્તક અર્પણ કરતા હોય તેવી પ્રતિમા વગેરે અલગ અલગ વિસ્તારોમાં દર્શન કર્યા હતા.

Follow Me:

Related Posts