fbpx
અમરેલી

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ – બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયેમહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા દીકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

 સમગ્ર વિશ્વમાં તા.૧૧ ઓકટોબરે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં પણ આ ઉજવણી કરવામાં આવે છે.બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા અંતર્ગત અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દીકરી જન્મ વધામણા કાર્યક્રમ યોજાયો હતો. ઓકટોબરની તા.૦૨ થી તા.૧૧ દરમિયાન જન્મ લીધો છે તેવી કન્યાઓના માતા-પિતાને દીકરી જન્મ વધામણા કિટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા,  આરોગ્ય અધિકારી શ્રી ધરા જોષી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ. મનિષાબેન મુલતાની, સિવિલ હોસ્પિટલ સંચાલક શ્રી દિનેશભાઈ સહિતનાઓ દ્વારા દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણીના ભાગરુપે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે અમરેલી સમગ્ર જિલ્લામાં ૨૦૦ કિટ વિતરણ કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/