fbpx
અમરેલી

પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEG)  અંતર્ગત રુ.૫૦ લાખની લોન મેળવી બાયોકોલ મેન્યુફેક્ચરીંગ શરુ કર્યુ,

અમરેલી જિલ્લો એ ખેતીવાડી ક્ષેત્રે અગ્રેસર છે. જિલ્લામાં ઔદ્યોગિક પ્રગતિ થઈ રહી છે. જિલ્લાના કેટલાક ખેડૂતોએ પણ ઉદ્યોગ સાહસિક બની નવી રાહ કંડારી છે.ખેતીવાડી સાથે સંલગ્ન ઉત્પાદન અને મૂલ્યવર્ધન કરી અને પર્યાવરણના સંતુલન સાથે ઉત્પાદન કરી ઓછું પ્રદૂષણ કરતું બળતણ એટલે બાયોકોલ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાલાની વાવ ગામના કોઠાસૂઝ ધરાવતા ઉદ્યોગ સાહસિકે કેન્દ્ર સરકારની યોજના દ્વારા રુ.૫૦ લાખની લોન પ્રાપ્ત કરી અને બાયોકોલનું ઉત્પાદન શરુ કર્યુ. જોત જોતામાં તેમનું ઉત્પાદન ૦૫ થી ૦૬ હજાર ટન સુધી પહોંચી ગયું છે. આમ, સરકારની એક યોજનાએ અમરેલીના ઉદ્યોગ સાહસિકની સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરુપે યોજાયેલા ટોક શોમાં આમંત્રિત તરીકે પધારેલા શ્રી પ્રતાપભાઈ વરુને પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEG) અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી મારફતે બેંકમાંથી રુ.૫૦ લાખની લોન મળી હતી. આ લોન  દ્વારા તેમણે બાયોકોલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરુ કર્યો હતો. ખેડૂતના આ ‘સફેદ કોલસા’ની એવી માંગ છે કે અનેક કંપની તરફથી તેમને ઓર્ડર મળી રહ્યા છે. આ યોજના અંતર્ગત મળતી લોનમાં શ્રી વરુને આશરે રુ.૧૭.૫ લાખની સબસિડી પણ પ્રાપ્ત થઈ તેના થકી તેમને લોન ભરવામાં રાહત મળી છે.

સફળતાની ગાથા વર્ણવતા તેમણે કહ્યુ કે,  હું ૨૦૦-૨૨૫ની વસતી ધરાવતા ગામનો વતની છું. મને વિચાર આવ્યો કે ખેતરમાં ઉત્પન્ન થતી મગફળી, કપાસ અને ધાણાના વેસ્ટમાંથી બાયકોલ તૈયાર કરી વેચી શકાય છે. શરુઆતમાં અમે ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આ વેસ્ટનું વેચાણ કરતા હતા જેના થકી ખૂબ સારી રીતે વેચાણ થવા લાગ્યું. આ પ્રક્રિયામાં મૂલ્યવર્ધન કરી અને બાયોકોલનો પ્લાન્ટ શરુ કરવો હતો. પ્લાન્ટ શરુ કરવા માટે રોકાણના પૈસા નહોતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતથી અમને રુ.૫૦ લાખની લોનની વ્યવસ્થા થઈ. ધીમે-ધીમે કરતા આ પ્લાન્ટમાંથી અમે વાર્ષિક ૫-૬ હજાર ટન બાયોકોલ ઉત્પાદન કરીએ છીએ. લોનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી સરકારની સબસિડી મળી અને રુ.૧૭.૫૦ લાખની રાહત થઈ.

શ્રી વરુ તેમની આ કામગીરી થકી ૨૦-૨૨ વ્યક્તિઓને રોજગારી આપી રહ્યા છે. ઓછા ખર્ચે અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી પ્રોડક્ટ તૈયાર કરી તેઓ વેચાણ કરી રહ્યા છે. આમ, કેન્દ્ર સરકારની એક યોજના દ્વારા રાજ્ય સરકાર સંચાલિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રયાસોથી આ ઉદ્યોગ સાહસિકના સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે.સતત ૨૩ વર્ષથી વિકાસની વણથંભી કેડીઓ કંડારતા ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલી વિકાસયાત્રામાં આવા અનેક લાભાર્થીઓને છેવાડાના વિસ્તાર સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/