fbpx
અમરેલી

પ્રમોશન ની બદલે પાછા જેવી સ્થિતિ દામનગર શહેર ને કાયમી રેવન્યુ કચેરી જનસેવા કેન્દ્ર ક્યારે અપાશે ?

દામનગર શહેર માં કાયમી રેવન્યુ કચેરી જનસેવા કેન્દ્ર ક્યારે અપાશે ? દામનગર શહેર માટે સતત પ્રમોશન ની બદલે પાછા થવા જેવો ઘાટ સ્વરાજ પહેલા નો દામનગર તાલુકો નેતા ઓએ સ્વાર્થ માટે ઉપીયોગ કરી ધીમેધીમે તમામ સુવિધા ઓ ઝૂંટવી લીધી શ્રી મંત સરકાર ગાયકવાડ ના દામનગર મહાલ ને જિલ્લા ની પુનઃ રચના માટે દામનગર તાલુકા નો ભોગ લઈ  લીલીયા ની વસ્તી દેખાડવા લીલીયા સાથે જોડી જ્યૂડી કોર્ટ તાલુકા મેજી સહિત ની સુવિધા બાદ સ્વાર્થ નીકળી જતા ફરી  લાઠી ની વસ્તી વધારવા લાઠી સાથે જોડી સપ્તાહ માં ચાર દિવસ કોર્ટ બેસવાની લોલી પૉપ આપી પણ સરવાળે તમામ સુવિધા ઓ ઝૂંટવી લેવાય દામનગર શહેર માટે વામણા નેતા ઓ એ થાળી ના વાટકા કર્યા આઝાદી પહેલા દામનગર તાલુકો હતો તેમ સતત વધતી વસ્તી છતાં ગામડું બનાવી દેવાયું બાપ મટી દીકરા થવા સ્થિતિ નિર્માણ કરતા  વામણા નેતા ઓ આટલા બધા સ્વાર્થી કેમ ? દામનગર તાલુકો ગયો તિજોરી ગઈ કરન્સી ગઈ જ્યૂડી કોર્ટ ગઈ પાણી પુરવઠો ગયો વિભાગીય પોલીસ કચેરી ગઈ તાલુકા રેવન્યુ કચેરી ગઈ સાથે નાયબ મામલતદાર કચેરી પણ ગઈ દામનગર સહનશીલ જનતા નો સ્વાર્થ માટે જ ઉપીયોગ ક્યાં સુધી ? સાંસદ અને ધારાસભ્ય એ આ બાબતે ધ્યાન આપવું જોઈ એ કે નહીં ? આવા અનેક સવાલ કરતા હરેશ વાવડીયા દ્વારા ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ સચિવ ને લેખિત રજુઆત કરી 

Follow Me:

Related Posts