fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર શ્રીએ, આગામી તા.૨૮ ઓક્ટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સંભવિત કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા.

વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા-જાફરાબાદ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી,  લાઠી-બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, ધારી-ખાંભા-બગસરા ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીએ કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓ સાથે તેમને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિસ્તારોના રસ્તા, વીજળી, ખેડૂતોના પ્રશ્નો, સ્વાસ્થ્ય અને આરોગ્ય તેમજ વિવિધ યોજનાકીય સહાય સહિતની બાબતે ઘટતું થાય તે માટે જિલ્લા કલેકટર શ્રીએ સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, શેત્રુંજી નાયબ વનસંરક્ષક શ્રી જયન પટેલ,  ગીર પૂર્વ ધારી તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતું. વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts