fbpx
અમરેલી

અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘઉંની જાત GW- 463 અને મગફળીની GJG-32 વેરાયટી નિદર્શન – ખેડૂતોએ પ્રશ્નોતરી કરી પ્રતિભાવો મેળવ્યા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખડખડ મુકામે ઘઉંની જાત GW-463નું નિદર્શન યોજાયું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી પી. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ  વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડીયા, શ્રી વી. એસ. પરમાર, યંગ પ્રોફેશનલ શ્રી પારસ ગજેરા દ્વારા મગફળીની GJG-32 વેરાયટીના નિદર્શન માટે ખેતર મુલાકાત કરવામાં આવી હતી. મગફળી અને ઘંઉની આ વેરાયટી-જાતના નિર્દશનમાં ખેડૂતોને એકત્ર થઇ નિદર્શનમાં સહકાર આપવા પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજુભાઈ ભેસાણીયાએ જહેમત ઉઠાવી હતી. ફિલ્ડ વિઝિટ અને નિદર્શન, વિતરણ કાર્યક્રમમાં ૨૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. નિદર્શન બાદ ખેડુતોએ, મગફળીની GJG-32 વેરાયટી, વધુ ઉત્પાદન, બિયારણ શુદ્ધતા અને રોગ પ્રતિકારતા સહિતની બાબતે પ્રશ્નોતરી કરી પ્રતિભાવો મેળવ્યા હતા તેમ અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts