fbpx
અમરેલી

કૃષિ સહાય પેકેજ માં અમરેલી જીલ્લા ને બાકાત રાખીને અન્યાય કરતા સુત્રોચાર અને રોડ ને છક્કાજામ કરી વિરોધપ્રદર્શન કરતા સાવરકુંડલા તાલુકા કોંગેસ સમિતિ અને સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ

ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ માં અમરેલી જીલ્લા ને બાકાત રાખીને અન્યાય કરતા સુત્રોચાર અને રોડ ને છક્કાજામ કરી વિરોધપ્રદર્શન કરતા સાવરકુંડલા તાલુકા કોંગેસ સમિતિ અને સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિગુજરાત સરકાર સરકાર દ્વારા તાજેતર ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદ થી ખેડૂતો નાં પાકોને થયેલ નુકશાની સામે  ૧૪૨૦ કરોડ રૂપિયા નું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં અમરેલી જીલ્લા ને આ સહાય માંથી વંચિત રાખવા આવેલ છે . અમરેલી જીલ્લા નાં ખેડૂતો ને થયેલ અન્યાય સામે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે સુત્રોચાર અને રોડ ને છક્કાજામ કરી વિરોધ દર્શાવાવમાં આવેલ હતો

જેમાં  .અમરેલી જીલ્લા ને અવાર નવાર  અન્યાય શા માટે? ગત વર્ષે પણ અમરેલી જીલ્લા માં કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકશાની સામે સર્વે  થયેલ નાં હતા અને ખરેખર ખેડૂતો ને અન્યાય થવા પામેલ હતો, અમરેલી જીલ્લા ને જે નુકશાની વળતર ની સહાય માંથી વંચિત રાખવામાં આવેલ છે જેથી અમરેલી જીલ્લા ને વિશિષ્ટ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને અમેરેલી જિલ્લાના ખેડૂતો ને થયેલ પાક નુક્શાનું નું વળતર ચુકવવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ સર્વે ની ટીમ બનાવીને અમેરલી જીલ્લા નો સર્વે કરવામાં આવે અને તેમનો અહેવાલ તૈયાર કરી તેમાં ખેડૂતો ને થયેલ  ખરેખર નુકશાની દર્શાવીને સત્વરે સહાય ચૂકવવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા  ખેડૂતો નાં  પાક નુકશાન સામે તેમના દેવા માફ કરવામાં આવે  તે માટે સાવરકુંડલા અને સાવરકુંડલા ના ખેડૂતો પણ જોડાયા હતા

જેમાં નરેશભાઈ દેવાણી પ્રમુખશ્રી તાલુકા કોંગ્રેસ, વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા પ્રમુખશ્રી શહેર કોંગ્રેસ, હસુભાઈ સૂચક અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી, મહેશભાઈ જયાણી અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી, હાર્દિકભાઈ કાનાણી અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી, હસુભાઈ બગડા અમરેલી જીલ્લા અનુ.જાતિ ચેરમેન, અશ્વિનભાઈ ધામેલીયા પ્રમુખ અમરેલી જીલ્લા સેવાદળ, ઈમરાનભાઈ જાદવ  પ્રમુખ સાવરકુંડલા શહેર સેવાદળ, બકુલભાઈ કાનાણી, દીપકભાઈ સભાયા ઉપ-પ્રમુખ કોંગ્રેસ સમિતિ, મહેશભાઈ ચોડવડીયા સાવરકુંડલા તાલુકા કિશાન સેલ, જસુભાઇ ખુમાણ, વિરોધપક્ષ નેતા તાલુકા પંચાયત સાવરકુંડલા,વિનુભાઈ ગુંદરનીયા કોંગ્રેસ અગ્રણી, રાજેભાઈ ચૌહાણ, હિતેશભાઈ સરિયા હાર્દિકભાઈ સાવલિયા, સંજયભાઈ, મેહુલભાઈ, ગોરધનભાઈ રાદડિયા, ગોરધનભાઈ અમરેલીયા , રાજુભાઈ જોગરાણા, અજયભાઈ ખુમાણ, દેવચંદભાઈ,દુધાત, જીગ્નેશભાઈ ભરાડ, ઘનશ્યામભાઈ દુધાત, નીર્મળભાઈ વાટલીયા, દેવશીભાઈ કરમટા વગરે આગેવાનો તેમજ ખેડૂત મિત્રો દ્વારા સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરવામાં આવેલ આમ ખેડૂતો ને થયેલ અન્યાય નો ભોગ બની રહ્યા છે ત્યારે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિઅને સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો દ્વારા સરકાર ને રજૂઆત સાથે વિરોધપ્રદર્શન કરવામાં આવેલ હતા જે અન્વયે સરકાર શ્રી દ્વારા યોગ્ય ઘટિત કરવા નમ્ર અપીલ સાથે વિનંતી છે.

Follow Me:

Related Posts