fbpx
અમરેલી

ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના ડાયરેક્ટર જય કાથરોટીયાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેવા-સત્કાર્ય માટે ઇન્ટરનેશનલ બૂક ઓફ વર્લ્ડ રેકૉર્ડ એનાયત કરાયો.

અમરેલી ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના ડાયરેક્ટર જય કાથરોટીયાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેવા-સત્કાર્ય માટે ઇન્ટરનેશનલ બૂક ઓફ વર્લ્ડ રેકૉર્ડ એનાયત કરાયો.અમરેલીમાં સ્થિત ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના યંગ અને ડાયનેમિક ડાયરેકટર જયભાઈ કાથરોટીયા પોતાના આગવા સેવા કાર્ય માટે ખુબ જાણીતા છે.આજકાલના યુવાનો જન્મદિવસ અને પાર્ટીઓ પાછળ ખુબ ખર્ચાઓ કરે છે અને પૈસાને વેસ્ટ કરે છે. એવા સમયે જયભાઈ ગરીબ અને નિરાધાર બાળકોની ખુશીઓમાં ઇન્વેસ્ટ કરે છે.આજથી લગભગ ૩ વર્ષ પહેલા તેમણે ૪૦ અનાથ બાળકોને ૧૧૧ થી વધારે અનલિમિટેડ આઈટમ ખવડાવીને રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી હતી અને પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.૨ વર્ષ પહેલા તેમણે ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કર્યું હતું અને ૧૨૦૦ ફૂટ ઉંચાઈએ આકાશમાં કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ ૧ વર્ષ પહેલા તેમણે ૭ નિરાધાર બહેરા મૂંગા બાળકોને રો-રો ફેરી ની રાઈડ કરાવી અરબ સાગરની અંદર શીપમાં જન્મદિવસ ઉજવ્યો હતો. આમ જમીન,આકાશ અને પાણી ત્રણેય જગ્યા પર સેવા સત્કાર્યો કરવા બદલ જયભાઈને ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,ઇન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડ તેમજ હાર્વર્ડ બૂક ઓફ લંડન દ્વારા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

આ ઉજવણી બાબતે જણાવતા જયભાઈ એ કહ્યું કે, ” આજથી ૨૫ વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેર ની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થને  લીધે કુદરતની એવી કૃપા થઈ અને આપણે ચાર્ટર્ડ પ્લેન બુક કરવા સક્ષમ બન્યા. આપણા પર થયેલ કુદરતની આ કૃપા ને આ નિરાધાર બાળકો સાથે વહેંચીએ તે જ આ સફળતાની સાચી સાર્થકતા છે.” ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જયભાઈની આ સફળતાને બિરદાવતા તેમને આ વર્લ્ડ રેકોર્ડ એનાયત કર્યો છે અને તેમના સેવા-સત્કાર્યો બદલ જયભાઈને શુભકામના પાઠવી છે.જયભાઈનું આ કાર્ય દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.

Follow Me:

Related Posts