અકાળાનાં ખૂંટ પરિવારનાં આંગણે ભવ્ય ભાગવત સપ્તાહ યોજાઈ ગુજરાત સરકાર ના માજી અને તાજી મંત્રી ઓ ઉધાડ અને પાનશેરીયા સહિત અનેક અગ્રણી ઓની ઉપસ્થિતિ
દામનગર લાઠી તાલુકા ના અકાળાનાં ખૂંટ પરિવારનાં આંગણે ભવ્ય ભાગવત સપ્તાહ યોજાઈ અમરેલીનાં ચિતલ રોડ પર ક્રિષ્ના ક્લિનિક ચલાવતાં સેવાભાવી ડૉ. ચંદ્રેશ ખુંટ સાહેબ (પૂર્વ સદસ્ય, અમરેલી નગરપાલિકા) તેમજ તેમનાં લઘુ બંધુ અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ ખુંટ (એપેક્ષ ફાર્મા તથા કેસર કેમિકલ્સ, અંકલેશ્વર) દ્વારા વતન અકાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પિતૃ મોક્ષાર્થે વડીલ શ્રી ભવાનબાપા ખુંટના નિવાસસ્થાને યોજેલ ભવ્ય-દિવ્ય જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યાએ સુમધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. પોથી યાત્રા, નૃસિંહ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રુકમણિ વિવાહ સહિત ભાગવત કથાના વિવિધ પ્રસંગો ઉત્સાહભેર ઉજવવામાં આવ્યાં હતાં.
આ કથામાં રાજ્યનાં શિક્ષણ મંત્રી અને ગીતાના જ્ઞાતા માન. પ્રફુલ્લભાઈ પાનશેરિયા સાહેબ, અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ દિનેશભાઈ ભુવા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ડૉ. જી.જે.ગજેરા સાહેબ, અમરેલી જીલ્લા ભાજપના ખજાનચી દિપકભાઈ વઘાસિયા, મયુરભાઈ હીરપરા, જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, સંવેદન ગૃપના વિપુલ ભટ્ટી, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ હસમુખ દુધાત, ટોમભાઈ અગ્રાવત, જે.ડી.સાવલિયા, એમ.ડી.ચુડાસમા, ડૉ. એસ.આર. દવે, ડૉ. અશોક પરમાર, ડૉ. પિયુષ ગોસાઈ, ડૉ. રાજુ કથિરિયા, ડૉ. સ્નેહલ પંડ્યા, ડૉ. રસપૂત્રા, ડૉ. ધડુક, ડૉ. મોગા, ડૉ. ઠાકર, ડૉ. સોલંકી, ડૉ. મનિષ ગોંડલિયા, ડૉ. કપિલ વરૂ, ડૉ. મિહિર ગણાત્રા, ડૉ. વરૂણ ગોજારિયા, ડૉ. પાનેલિયા, મેડિકલ એસોસિયેશન, જનરલ પ્રેક્ટિશનર્સ સહિત મહેમાનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી.અત્રે અગ્રણી ઉદ્યોગપતિઓ ધનજીભાઈ રાખોલિયા (મીનાક્ષી ડાયમંડ), પ્રવિણભાઈ ડોંડા, દેવચંદભાઈ લુખી, નટુભાઈ વસોયાએ ખુંટ પરિવારનું આંગણું શોભાવ્યુ હતું. આમંત્રિત અતિથિઓને શ્રી કાશીબા, ડૉ. કિષ્નાબેન, હેતલબેને આવકાર્યા હતાં. ભાગવત કથામાં ખૂંટ પરિવાર સાથે મહેશ પટેલ, ડૉ. નીલેશ ભીંગરાડિયા, રૂપાબેન જીજ્ઞેશભાઈ મોદી, બીનાબેન સૂરેશભાઈ ત્રિવેદી, નિધિબેન પિયુષભાઈ મહેતા, અકાળાના સરપંચ કલ્પેશ લુખી તથા ભુપતભાઈ મૈસુરિયાએ જહેમત ઉઠાવી હતી. આમંત્રિત મહેમાનો સાથે ગામ સમસ્તે કથામાં સત્સંગ તથા પ્રસાદનો ધર્મલાભ લીધો હતો.
Recent Comments