fbpx
ભાવનગર

ભાવનગર કોર્પોરેશનના આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ના માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ કોવિડ-૧૯ની મહામારીનાલીધે અગાઉ સ્થગિત રાખવામાં આવ્યો હતો. પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાહક કામગીરીને બીરદાવવાઆઈ.સી.ડી.એસ. શાખા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ના તમામ પ્રોટોકોલના પાલન સાથે માત્ર પચ્ચીશવ્યક્તિઓની હાજરીમાં વર્ષ ૨૦૧૮-૧૯ના યશોદા એવોર્ડ વિતરણ સમારોહ કોર્પોરેશનના મિટીંગ હોલમાં યોજવામાં આવ્યો હતો.જેમાં મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ આંગણવાડી કાર્યકર સેદાણી અમિતાબેન નવિનચંદ્રને રૂ. ૩૧ હજાર, આંગણવાડીતેડાગર જોષી આશાબેન રવિશંકરભાઈ ને રૂ. ૨૧ હજાર તથા ઘટક કક્ષાએ અર્બન ઘટક-૧ ના આંગણવાડી કાર્યકર ભટ્ટચેતાલીબેન પંકજભાઈને રૂા. ૨૧ હજાર, આંગણવાડી તેડાગર ચૌહાણ મનુબેન ભુપતભાઈને રૂ. ૧૧ હજાર અને ઘટક કક્ષાએઅર્બન ઘટક-૨ના આંગણવાડી કાર્યકર ત્રિવેદી બીનાબેન મહેશભાઈને રૂ. ૨૧ હજાર, આંગણવાડી તેડાગર મકવાણા હંસાબેનવિજયભાઈને રૂ. ૧૧ હજારના ચેકથી તથા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ અંગેની ટુંકી રૂપરેખા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સી.ડી.પી.ઓ. અર્બનઘટક-૧ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મેયરશ્રી, ડે. મેયરશ્રી, ચેરમેન (સ્ટે. કમિટી), ચેરમેન (સોશ્યલ વેલ્ફેર કમિટી), કમિશનરશ્રી, ડે. કમિશનર,પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ. અર્બન ઘટક ૧ અને ૨ તથા આઈ.સી.ડી.એસ.ના સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/