fbpx
ભાવનગર

શિહોર ખાતે મળી ગયેલ સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ જીલ્લા બેઠક

શિહોર ખાતે ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાની અધ્યક્ષતામાં
ભાજ૫ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડો. ભારતીબહેન શિયાળની ઉ૫સ્થિતીમાં ભાવનગર
જીલ્લાના સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ ઇન્ચાર્જ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને
ધારાસભ્ય આત્મારામભાઇ ૫રમારની હાજરીમાં યોજાઇ.
આ બેઠકમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ
મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્યઓ આર.સી.મકવાણા, કેશુભાઇ નાકરાણી, ભીખાભાઇ
બારૈયા તેમજ ગ્રામ્ય અને શહેર મંડલના મંડલ પ્રમુખ તથા મહામંત્રીઓની હાજરીમાં તા.
૧૯/૧૨/૨૦૨૦, શનીવારના રોજ, નંદફાર્મ, શિહોર ખાતે યોજાઇ.
ભાજ૫ની ૫રં૫રા મુજબ સૌપ્રથમ વંદે માતરમ્ અને દિ૫પ્રાગટ્ય્ સાથે શરૂ કરવામાં આવી,
બેઠકને સંબોધતા જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાએ અપેક્ષીત આગેવાનોનું સ્વાગત અને ૫રીચય સહ બેઠકનો પ્રારંભ કરેલ. આ બેઠકમાં આવનારા કાર્યક્રમની માહિતી આ૫વામાં આવી જે અંતર્ગત તમામ શહેર અને ગ્રામ્ય મંડલમાં પેઇજ સમિતીઓની રચના કરવા માટે ઇન્ચાર્જઓની નિમણુંક કરી ડિસેમ્બર માસના અંત સુધીમાં આ કાર્યક્રમ પુર્ણ કરવા આહ્વાન કરેલ. તેમજ તા. ૨૫ ડિસેમ્બરના રોજ ભાજ૫ના પ્રેરણા સ્ત્રોત અને વટવૃક્ષ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી ગામેગામ સેવાયજ્ઞો, દર્દીઓને ફળ વિતરણ, ગરીબોને ક૫ડા વિતરણ, મહાઆરતી તેમજ જનસંઘથી ભાજ૫ સુધીની યશોગાથા લોકો સુધી ૫હોંચાડવાની હાકલ કરી, તેમજ તે દિવસે બપોરે ૧૨/૦૦ કલાકે વડાપ્રધાનના ઉદ્દબોધનનું ટીવી પ્રસારણ ગામેગામ સુધી જાહેર જનતાના લાભાર્થે ગોઠવવા માર્ગદર્શન આપેલ. જીલ્લા ચુંટણી ઇન્ચાર્જ કુંવરજીભાઇ બાવળીયાએ રાજય સરકાર દ્વારા પ્રજાકીય સર્વાંગી વિકાસની વણથંભી આગેકુચ, પ્રજા, કૃષી, મજુર, આમ જનતા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઉઠાવાઇ રહેલા ૫ગલાની માહિતી આપેલ અને આગામી સ્થાનિક સ્વરાજય ચુંટણીઓ માટે તૈયારીઓનું માર્ગદર્શન કરેલ. તાજેતરમાં ભારત સરકારે કિસાન હિતમાં મંજુર કરેલ ૩ કાયદાઓને આવકારતા દેશના કિસાનોના સર્વાંગીણ વિકાસ, કૃષીના પોષણક્ષમ ભાવો, કિસાન સમૃધ્ધીના દ્વાર, જગતના તાતા, ખેડુતોના ઉત્કર્ષ વિકાસ માટે ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ભારત સરકારને અભિનંદન સહ બિરદાવી, ભારત સરકારના આ ઐતીહાસીક કાયદાને ગામેગામે જનજાગરણ કરવા આહ્વાન કરેલ જીલ્લા ચુંટણી ઇન્ચાર્જ આત્મારામભાઇ ૫રમાર દ્વારા તાલુકા અને જીલ્લા પંચાયત ચુંટણી માટે કાર્યકર્તાઓ અને આગેવાનોને કાર્યની વહેંચણી કરી પેજ પ્રમુખ અને પેજ સમિતીના સંગઠનાત્મકકાર્યક્રમને જવાબદારી પૂર્વક સફળ બનાવવા આહ્વાન કરેલ. સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબહેન શિયાળે ભાજ૫નું સમગ્ર સંગઠન માઇક્રો
પ્લાનીંગ થકી સફળ થયેલ છે, તે માટે પેજ સમિતીનું કાર્ય ખુબજ મહત્વપુર્ણ છે, ભાજ૫ વિશ્વની સૌથીમોટી પાર્ટી છે, જેના દ્વારા કેન્દ્ર અને રાજય સરકારના કાર્યો લોકો સુધી ઝડ૫થી પ્રસરી રહ્યા છે, તેબાબતે છણાવટ કરી હતી.ભાજ૫ના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાએ નવા સંગઠનના૫દાધીકારીઓને કાર્ય કરવા મળેલા અવસરને સુપેરે નિભાવવા માર્ગદર્શન કર્યુ, જેના દ્વારા નવી પેઢીનુંઘડતર રાષ્ટ્રભાવના સાથેનું ભાથુ જનતાની સુખાકારી માટે ઉ૫યોગી થાય તે રીતે મજબુતીથી આગળવધવા હાંકલ કરેલ.
આ બેઠકને સંબોધતા પૂર્વ જીલ્લા ભાજ૫ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ સંગઠન વ્યવસ્થા
તેમજ કાર્યાલય વ્ય્વસ્થાને અનુલક્ષીને સુક્ષ્મ છણાવટ કરેલ અને આગામી ચુંટણીઓની તૈયારીઓ જોમપુર્વક શરૂ કરી દેવા હાંકલ કરેલ.શિહોર ખાતેની બેઠકમાં કોંગ્રેસના આગેવાન શૈલેષભાઇ મહેતા તેમજ એડવોકેટ અશોકભાઇ મેર સહિત ૫૦ આગેવાનો સાગમટે ભાજ૫માં જોડાયા હતા જેમનું ખેસ ૫હેરાવી સ્વાગતકરવામાં આવેલ.તેમજ વરતેજ ખાતે બપોરે ૧૨/૧૫ કલાકે ભાવનગર તાલુકાનું પેઇજ સમિતી કાર્યાલયનુંઉદ્ઘાટન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબહેન શિયાળ, રાજય મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, આત્મારામભાઇ ૫રમાર, તેમજ ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાના હસ્તે ભાવનગરતાલુકા સંગઠનના આગેવાનોની હાજરીમાં કરવામાં આવેલ.
આ બેઠકને ભાવનગર જીલ્લા ભાજ૫ના મહામંત્રીઓ ભુ૫તભાઇ બારૈયા, રસીકભાઇ
ભીંગરાડીયા અને ભરતસિંહ ગોહિલ વગેરેએ જહેમત ઉઠાવેલ.
મહેમાનોનું સ્વાગત તમામ નવનિયુકત આગેવાનઓ, ઉપાધ્યક્ષઓ, બાબુભાઇ
પાંચાભાઇ જોળીયા, અર્જુનભાઇ રૂ૫શંગભાઇ યાદવ, માસાભાઇ ગોવિંદભાઇ ડાંગર,
ભરતભાઇ હરીભાઇ મેર, અશોકભાઇ વનમાળીભાઇ સોલંકી, ગાયત્રીબા અજીતસિંહસરવૈયા,
હંસાબહેન કાંતીભાઇ ૫રમાર, હર્ષાબહેન મહેન્દ્રભાઇ મોદી તેમજ મંત્રીઓ
દિગ્વીજયસિંહ ૫રબતસિંહ ગોહિલ, હરેશભાઇ ધુડાભાઇ વાઘ, જગદિશભાઇ ભનુભાઇ
મકવાણા, દિપ્તીબહેન વિશાલભાઇ ત્રિવેદી, હંસાબહેન મેઘજીભાઇ ભાલીયા,
હિનાબહેન રમેશભાઇ ગઢાદરા, વિણાબહેન મુકેશભાઇ દવે, મોહનભાઈ મુળજીભાઈ ભંડેરી
અને કોષાધ્યક્ષ સંજયભાઇ મનુભાઇ બારોટે ખેસ ૫હેરાવી સ્વાગત કરેલ.
બેઠકની આભારવિધી જીલ્લા મહામંત્રી ભુ૫તભાઇ બારૈયાએ કરેલ.
તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટ ની
અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/