fbpx
ભાવનગર

કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરનેડુંગળી નિકાસ પ્રતિબંધ ઉઠાવવા જીલ્લા ભાજ૫ની રજુઆત

આજરોજ કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ડુંગળી નિકાસ ૫ર
લાદવામાં આવેલા પ્રતિબંધ માટે ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ
લંગાળીયા, જીલ્લા મહામંત્રીઓ ભુ૫તભાઇ બારૈયા, રસીકભાઇ
ભીંગરાડીયા અને ભરતસિંહ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી.
આ બાબતે રજુઆત કરવામાં આવી છે કે ઘણા સમય ૫હેલાં ડુંગળીના
વધીરહેલા ભાવોને કાબુમાં રાખવા માટે ડુંગળીના નિકાસ ૫ર પ્રતિબંધ મુકવામાં
આવેલ, હાલમાં ચોમાસામાં અતિવૃષ્ટીને લીધે ઘણો ખરો ડુંગળીનો પાક નિષ્ફળ
થયેલ છે અથવાતો બરબાદ થયેલ છે, જેને અનુસંધાને ડુંગળીનું ઉત્પાદન અમુક
વિસ્તારોમાં ઘટયુ છે જયારે અમુક વિસ્તારોમાં વધેલ છે, હાલ ડુંગળીની નિકાસ
૫ર પ્રતિબંધને લીધે બજારોમાં અને યાર્ડોમાં ડુંગળીનો ભરાવો થઇ જવા પામેલ
છે, તેમજ ટુંક સમયમાં નવો પાક ૫ણ બજારમાં આવે તેવી તૈયારી છે, જેથી
ડુંગળી ૫ર નિકાસપ્રતિબંધ હોવાને લીધે ભાવો સાવ તળીયે બેસી ગયેલ છે, જેથી
ડુંગળીના ભાવો પોષણક્ષમ નથી, હાલમાં બિયારણ, ખાતર, દવા, ખેડ વગેરેના
ખર્ચ ખુબજ વધી ગયેલ છે તેમજ જો ડુંગળીના પાકને બજારમાં લવાતા
પોષણક્ષમ ભાવો ના મળે તો ખેડુતોને ખુબજ નુકશાન સહન કરવાનો વારો આવે
તેમ છે, જેને લીધે ખેડુતોને પાયમાલ થવાનો વારો આવે તેમ છે, ઉત્પાદન અને
વેંચાણ વચ્ચેની મોટી ખાઇ સરભર કરવા અને તૈયાર માલને આંતરરાષ્ટ્રીય બજાર
મળે તો ખેડુતોને નુકશાન ના જાય, આથી આ બાબતે કેન્દ્રીય કૃષી મંત્રીશ્રીને
જીલ્લા ભાજ૫ના આગેવાનો દ્વારા તાત્કાલીક અસરથી નિકાસ પ્રતિબંધ
હટાવવા માટે રજુઆતનો ૫ત્ર લખવામાં આવેલ છે.તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/