fbpx
ભાવનગર

જાળિયા ગામ પાસે માર્ગ પર ગાબડાં

જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર 
અકસ્માત સર્જતાં મોટા ગાબડાં તંત્ર મરામત કરતુ નથી

સરકારના માર્ગ મકાન વિભાગને ધોરી માર્ગો પરના ગાબડાં મરામત કરવા દરકાર નથી તેવું લાગી રહ્યું છે. જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જતાં મોટા ગાબડાં પડેલા છે, આ તંત્ર મરામત કરતુ નથી.

 કોઈ મોટા અકસ્માતો સર્જાય બાદ ઉપરી પદાધિકારી અને અધિકારીઓને દબાણ થાય ત્યારે આવા અકસ્માત સર્જનારા રસ્તા મરામત કરવા સ્થાનિક તંત ઉભી પૂંછડિયે દોડે છે. આ સિવાય અકસ્માત ન થાય તે માટે માર્ગ મકાન વિભાગનું સ્થાનિક તંત્ર નિંભર અને બેશરમ જ રહે છે. આ માર્ગ પર તંત્રવાહકોના પાપે કેટલાયે નાના મોટા જીવલેણ વાહન અકસ્માતો થતા રહ્યા છે, પરંતુ કોઈ મરામત કામ થતું નથી. 

ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર જાળિયા ગામ પાસે કેટલાયે સમયથી અકસ્માત સર્જતાં મોટા ગાબડાં પડેલા છે. અહીંયા સતત અકસ્માતોનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. આ રસ્તાની તંત્ર મરામત કરતું નથી. સરકારના માર્ગ મકાન વિભાગને ધોરી માર્ગો પરના ગાબડાં મરામત કરવા દરકાર નથી, તે સામે કોઈ કાર્યવાહી થતી નથી તે કમનસીબી ભરી બાબત છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/