તરસમીયાથી રીંગરોડ સુધીના ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત તથા વાલ્કેટગેટ ખાતે નિર્મિતઆધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી વિભાવરીબેન દવે
આગામી સમયમા તરસમીયા તળાવને થીમ બેઇઝ તળાવ તરીકે વિકસીત કરાશે – રાજ્યમંત્રી વિભાવરીબેન દવે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસમીયાથી રીંગરોડ સુધીના રૂ.૨ કરોડના ખર્ચે નિર્મિત
થનારા ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત તથા વાલ્કેટગેટ, કરચલિયા પરા ખાતે નિર્મિત આધુનિક કોમ્યુનિટી હોલનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે તરસમીયાથી રીંગરોડ સુધી નિર્મિત થનારા આફોરલેન રોડ થકી તરસમીયા તથા માલણકાના ગ્રામજનોની સુવિધામા વધારો થશે તેમજ વિસ્તારનો વિકાસ થતારહેવાસીઓની આર્થિક ઉન્નતી થશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ આગામી સમયમા તરસમીયા તળાવને થીમ બેઇઝ તળાવતરીકે વિકસીત કરવાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે તરસમીયા પ્રવાસીઓ માટેનું પસંદગીનુ સ્થળ બને તેવીવ્યવસ્થાઓ ઉભી કરાશે. કરચલિયા પરા વિસ્તાર મારી સાથે લાગણીથી જોડાયેલો છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યુહતુ કે અહી ડ્રેનેજ, કોમ્યુનિટી હોલ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરી લોકોની સુવિધામા વધારો કરી પુરવાર કર્યુ છે કેગુજરાત સરકાર ગરીબોના આંસુ લુછવા માટે સતત કાર્યરત છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે કોરોના કાળમાસરકારે દવાઓ, કોવિડ હોસ્પિટલ, મોંધા ઇન્જેક્શનો, અનાજ તેમજ મધ્યાહન ભોજન વગેરે જેવી સુવિધાઓપારદર્શિતાથી લોકો સુધી પહોંચે તેની કાળજી રાખી છે અને શક્ય તેટલી તમામ મદદ કરી ગુજરાતને કોરોનામહામારીમાંથી ઉગાર્યુ છે.આ પ્રસંગે કરચલિયા પરા વિસ્તારમા આધુનિક હોલ બનવા અંગે આનંદ વ્યક્ત કરતા સાંસદ ભારતીબેનશિયાળે જણાવ્યુ હતુ કે આ વિસ્તારની પીડા અને સમસ્યાને સરકારે જાણી છે અને હેલ્થ સેન્ટર, બગીચાઓ, કોમ્યુનિટીહોલ, ડ્રેનેજ, રસ્ર્તા સહિતની સુવિધાઓ ઉભી કરી પછાત વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરીરહી છે.આ પ્રસંગે રાજીવભાઇ પંડ્યા, પુર્વ મેયર મનહરભાઇ મોરી, પુર્વ સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન યુવરાજસિંહગોહિલ દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરાયુ હતુ.આ કાર્યક્રમમાં પુર્વ ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, ભરતસિંહ ગોહિલ, પરેશભાઇ પંડ્યા, જલ્વિકાબહેન ગોંડલીયા, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments