fbpx
ભાવનગર

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦ હજાર ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા

ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે આજે સાંજે 6
કલાકે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા.જે અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા આજે સવારે લગભગ ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા છે જે પૈકી ભાવનગરમા પણ વેકસીનની ફાળવણી થયેલી છે.જે વેકસીન ડોઝ RDD ના વેરહાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

ભાવનગર ખાતેથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ ડોઝ
પહોંચતા કરવામાં આવશે. વેકસીનેશન માટે ભાવનગર જિલ્લામાં કુલ ૧૦ વેકસીન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.જ્યાથી પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિક વિસ્તારમા ૫ સ્થળોએ તથા ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં પણ ૫ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદાજે 15,000 જેટલા સરકારી તથા ખાનગી ક્ષેત્રે જોડાયેલા હેલ્થકેર વર્કરોને પહેલા તબક્કામા વેકસીન આપવાનું શરૂ કરાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેકસીનેશન અંગેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતા પ્રમાણમાં I.L.R, સ્ટોરેજ કેપેસિટી, વેકસીનેટર, તાલીમબદ્ધ સ્ટાફ, ગૃપ સહિતની વેકસીનેશન અંગેની

તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૧૬ મી તારીખે રાજ્ય સરકારનો આદેશ મળતાની સાથે તુરંત જ વેકસીનેશનની કાર્યવાહી શરૂ શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, મેડિકલ કોલેજના ડિન શ્રી હેમંત મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ.કે.તાવીયાડ, આરોગ્ય અધિકારી શ્રી આર.કે.સિન્હા, આર.પી.સી. શ્રી યોગેશ્વર ઉપાધ્યાય, રિજનલ પ્રોજેકટ ઓફિસરશ્રી ડો.રિચા મોદી, વહીવટી અધિકારી શ્રીમતી દીપ્તિબહેન, વેકસીન મેનેજર શ્રી યશપાલસિંહ જાડેજા, ફાર્માસિસ્ટ શ્રી કપિલભાઈ દવે,શ્રી જયુભા ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/