“જાણીતા ઉદ્યોગ ટૃ-શેપ ઇન્ડસ્ટ્રીઝ” ભાવનગર દ્વારા રાષ્ટ્રીય પર્વે રક્તદાન સેનિક ફાળા ની મુહિમ
ભાવનગરનાં જાણીતા ઉદ્યોગ ટૃ-શેપ ઇન્ડસ્ટ્રીઝ નાં ઉપક્રમે પ્રજાસતાક પર્વ પ્રસંગે ઘ્વજવંદન તથા રક્તદાન શિબિર યોજાયો. ઉદ્યોગનાં કર્મચારીઓમા રાષ્ટ્રભાવના વિકસે તે હેતુ ને લક્ષ રાખી પ્રત્યેક કર્મચારી દ્વારા પ્રતિદિન રૂ.1 નાં સૈનીક ફાળા સામે બીજી એટલી જ રકમ જોડી સંસ્થાના મેનેજીંગ ડિરેકટર શ્રી શબનમબહેન કુતુબભાઈ કપાસીએ રૂ.40,000 નો સૈનીક ફાળો રાષ્ટ્રકોષ માં અર્પણ કાર્યો હતો.28 બોટલ રક્તદાન સાથે કર્મચારી પરિવાર નાં તેજસ્વી વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામો મળતાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ સર્જાયું. ઉદ્યોગ તરીકે ટૃ-શેપ ઇન્ડસ્ટ્રીઝનાં કાર્યક્રમો શહેર નાં ઉદ્યોગ જગત માટે પ્રેરણાદાઇ બને છે
Recent Comments