fbpx
ભાવનગર

સરકારી માધ્યમિક શાળા નો આરંભ , મોણપર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે આજરોજ તારીખ 1.2 2021 ને સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલ સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં પ્રવેશપાત્ર દીકરીઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોને દાતાશ્રીઓ ના સહકાર થી એક એક પેન આપી સન્માનિત કર્યા અને પુષ્પ અને કુમકુમ તિલકથી બાલ દેવતાઓનું સ્વાગત કર્યું મોણપર ના શિક્ષણ ઇતિહાસમાં આ એક ગૌરવની ક્ષણ છે આજુબાજુના કોઈ ગામમાં જ્યારે સરકારી હાઇસ્કૂલ નથી ત્યારે અહીં મોણપર માં બાળકોને ૯ થી ૧૨ સુધીનું શિક્ષણ સરકારી શાળામાં મફત મળી રહેશે જે બાળકોનો ડ્રોપ આઉટ ઘટાડવામાં એક સરકારશ્રી નું બહુ જ ઉમદા પગલું ગણાશે સરકારશ્રીના પગલાને આવકારવા માટે ઉદઘાટન કાર્યક્રમ ની અંદર ગામના આગેવાનો વાલીગણ અને મોણપર ની પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો એ હાજરી આપી અને કાર્યક્રમને સંપન્ન કર્યો ઉપસ્થિત વાલીગણ એ શાળાને જ્યારે પણ જરૂર પડે ત્યારે તન મન ધનથી સહકાર કરવાની બાંહેધરી પણ આપી મોણપર ગ્રામ પંચાયતે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જરૂરી જમીનની ફાળવણી કરી તેમનું પેપર વર્ક પણ પૂરું કરી આપેલ છે સરકારશ્રી જલ્દી વર્ક ઓર્ડર કાઢીં બિલ્ડિંગનું કાર્ય શરૂ કરે અને શૈક્ષણિક સ્ટાફની કાયમી ધોરણે જલ્દી નિમણૂક કરે તેવી પણ સર્વેએ લાગણી વ્યક્ત કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/