fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાની ,ગરાજીયા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા બનાવેલ રમકડાની રાજ્ય કક્ષાએ પસંદગી

ગુજરાત કાઉન્સિલ Of એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત રમકડા મેળાનું આયોજન થયું હતું.આ રમકડાં મેળામાં પ્રદર્શિત થયેલ શૈક્ષણિક કિટ  પપેટ કિટ ને નિર્ણાયકોએ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી રાજ્યકક્ષા માટે પસંદ કરાય છે. આ કૃતિ શ્રી ગરાજીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી, અરવિંદભાઈ સાચપરા દ્વારા તૈયાર કરી રજૂ કરવામાં આવી હતી.        જેઓ અગાઉ 2001માં સી.સી.આર.ટી.ન્યુ દિલ્હી ટ્રેનિંગ ઉદયપુર, 2019 માં સી. સી.આર.ટી.ન્યુ દિલ્હી પપેટ ટ્રેનિંગ ગુવાહાટી અસમ, CICI નેશનલ ઇનોવેશન ફેર IIM અમદાવાદ 2015,CICI નેશનલ ઇનોવેશન ફેર IIM અમદાવાદ 2018, ઇન્ટરનેશનલ ઇનોવેશન ફેર સોલાપુર 2018, રાજ્ય કક્ષાએ Ict ફેર, રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળો 2018, રાજ્ય કક્ષાએ બે વખત ઇનોવેશન ફેર માં ભાગ લઈ ચૂકેલ છે. જેઓએ રમકડાં મેળામાં ભાગ લઇ ગરાજીયા પ્રાથમિક શાળા અને ગરાજીયા ગામ નું ગૌરવ વધારેલ છે.

Follow Me:

Related Posts