આંબરડીમાં માલધારીના ઘરમાં બાંધેલા ઘેટાનો દીપડાએ કર્યો શિકાર

છેલ્લા કેટલાક સમયથી ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકોમા દિપડાના વધી રહેલા ત્રાસથી લોકોમા ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે વહેલી સવારે સાવરકુંડલાના આંબરડી ગામે દિપડવાવમા રહેતા માલધારી ચોથાભાઈ ભરવાડના મકાનની દિવાલ કુદી દિપડો અંદર ત્રાટકી એક ઘેટાને મોતનેઘાટ ઉતારી એક ઘેટાને ઉઠાવી જતા જોકમાં રહેલા ઘેટા, બકરામાં ભાગમભાગ મચી ગઈ હતી. માલધારી ચોથાભાઈ ભરવાડ જાગી જતા ત્યાં દિપડો એક ઘેટાની ઉઠાવી છુમંતર થઈ ગયો.
આ ઘટનાથી સમગ્ર પંથકના લોકોમા ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રી રખોપુ કરતા ખેડુતો અને માલધારીઓએ વનવિભાગ આ દિપડાને તાત્કાલિક પાંજરે કરે તેવુ ઈચ્છી રહ્યા છે.
Recent Comments