પાલીતાણા તાલુકાની શ્રી જામવાળી -૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા બહેન દ્વારા બનાવેલ રમકડાની રાજ્યકક્ષાએ પસંદગી.

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત રમકડા મેળાનું આયોજન થયું હતું. આ રમકડાં મેળામાં પ્રદર્શિત થયેલ શૈક્ષણિક કિટને નિર્ણાયકોએ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી રાજ્ય કક્ષા માટે પસંદ કરાય છે. આ કૃતિ શ્રી જામવાળી-૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા બહેન શ્રી શીતલબેન વલ્લભભાઈ લાઠીયા દ્વારા તૈયાર કરી રજુ કરવામાં આવી હતી. જેઓએ રમકડા મેળામાં ભાગ લઇ શ્રી જામવાળી-૧ કેન્દ્રવર્તી શાળા ,પાલીતાણા અને જામવાળી ગામનું ગૌરવ વધારેલ છે.
Recent Comments