fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૭ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી

મેષ :- સાંજ સુધી આઠમા સ્થાન માં રહી ભાગ્ય સ્થાન માં જનાર ચંદ્ર ભાગ્યોદય માટે ઉત્તમ રહે નવા નવા ધાર્મિક કાર્યો ને વેગ મળે પરદેશ થી સારા સમાચાર ની પ્રાપ્તિ થાય સૂર્ય નારાયણ લાભ સ્થાને આવતા ખુબજ સારા લાભ આપનાર બને.
બહેનો :- ભાઈ ભાડું તરફ થી સંપૂર્ણ સ્નેહ પ્રેમ પ્રાપ્ત થાય.

વૃષભ :- આઠમા સ્થાને આવી રહેલ ચંદ્ર વાણી માં વિનમ્રતા અને વિવેક જાળવી રાખવા બિન જરૂરી કોઈ સાથે સીધું વિવાદ માં ઉતરવું નહિ વારસી સંપતિ નાં કાર્ય ને વેગ મળે સૂર્ય દશમાં સ્થાને સરકારી ક્ષેત્ર થી ઉત્તમ લાભ આપે.
બહેનો :- ધ્યાન યોગ પ્રાણાયામ અને મન ની એકાગ્રતા માં ધ્યાન આપવું.

મિથુન :-સાતમાં સ્થાને દામ્પત્યજીવન અને ભાગીદારી સ્થાન માં ચંદ્ર નં આગમન સપ્તાહ નાં પ્રારંભ માં ખુબ સારા વિચારો સારા વ્યવહાર અને કુશળતા આપે નિર્ણયો લેવાય સૂર્ય નારાયણ ભાગ્ય ભુવન માં વડીલો થી ભાગ્યોદય કરાવે.
બહેનો :- લગ્ન જીવન માં આનંદમય વાતાવરણ રહે.

કર્ક :- છઠ્ઠા સ્થાને ચંદ્ર નં આગમન ગુરુ ની રાશી માં મોસાળ પક્ષ થી આવેલ પ્રશ્નો નાં ઉકેલ માટે વ્યસ્ત રખાવે આરોગ્યની બાબત માં થોડી કાળજી રાખશો તો સારું જ રેહશે સૂર્ય આઠમા સ્થાને પૈતૃક સંપતિ નાં પ્રશ્નો નો સામનો કરવો પડે.
બહેનો :- જુના રોગો માંથી મુક્તિ મળતા આનંદ થાય.

સિંહ :- પાચમાં સ્થાને ચંદ્ર નં ભ્રમણ શૈક્ષણિક બાબતો ને લઇ ચાલતી મુંજવણો નો આસાની થી ઉકેલ આવે સંતાનો નાં કાર્ય પણ બહુ સારી રીતે પાર પડી શકો સૂર્ય નારાયણ નં સાતમાં સ્થાને આગમન જીવન માં મહત્વ નાં નિર્ણયો લેવાય.
બહેનો :- સખી સહેલી ઓ ને મળવાનો આનંદ મળે.

કન્યા :- ચોથા સ્થાને ચંદ્ર નં ભ્રમણ ખેતી વાડી બાગાયતન અને ઉદ્યોગ ધંધા નાં કાર્ય થાય નવી વસ્તુ ની ખરીદી કરવાનો મોકો મળે આવક માટે ખુબ સારા સ્ત્રોત ઉભા થાય સૂર્ય નં છઠ્ઠા સ્થાને ભ્રમણ કોર્ટ કચેરી માં વિજય અપાવે .
બહેનો :- ભૌતિક સુખ સગવડો માં વધારો થાય આનંદ વધે.

તુલા :- ત્રીજા સ્થાને ચંદ્ર નં ભ્રમણ સહોદર ભાઈ ભાડું નાં કાર્ય ને સહયોગ અને એનામાં હિંમત પૂરી પાડવાનું કાર્ય કરી શકો ધાર્મિક સંસ્થા ઓ માં આપનું યોગદાન મહત્વ રહે સૂર્ય નં પાચમાં સ્થાને આગમન ઘણા બધા આર્થિક લાભ આપે.
બહેનો :- ધર્મ કાર્ય તીર્થ યાત્રા દેવ દર્શન નો આનંદ મળે.

વૃશ્ચિક :- બીજા સ્થાને ચંદ્ર નં ભ્રમણ આર્થિક બાબતે ખુબ સારો રહે ધંધા માં આવક અને વાણી ની તાકાત મજબૂત બનાવવવા માં સારું રહે પરિવાર થી તમને યોગ્ય માર્ગદર્શન મળે સૂર્ય ચોથા સ્થાને સુખ સગવડ વધારનાર બને.
બહેનો :- પરિવાર માં તમારું વર્ચસ્વ વધે કીર્તિ મળે.

ધન :- આપની રાશી માં આવી રહેલ ચંદ્ર ગુરુ ની રાશી માં રહેતા ધાર્મિક વિચારો ધાર્મિક ભાવના અને સેવાકીય પ્રવૃત્તિ માં પ્રવૃત રખાવનાર લગ્નજીવન માં ચાલતા પ્રશ્નો નં સમાધાન આપે સૂર્ય ત્રીજા સ્થાને સાહસવૃદ્ધિ કરાવનાર બને.
બહેનો :- મન નાં વિચારો શ્રેષ્ઠ અને ઉત્તમ બને.

મકર :- વ્યય ભુવન માં ચંદ્ર નં આગમન અને સપ્તાહ નાં અંત ભાગ માં સૂર્ય ની વિદાઈ ખર્ચ નં પ્રમાણ વધારનાર પરિવારજનો વડીલો થી અને બિન જરૂરી નાના નો વ્યય થતો જણાય સૂર્ય બીજે સ્થાવર જંગમ મીલ્કાત નં કામ થાય.
બહેનો :- નાના ઉપર નિયંત્રણ નહિ રાખો તો બચત જતી રહે.

કુંભ :- લાભ સ્થાને ચંદ્ર નં આગમન ઘણા બધા મહત્વા લાભ આપનાર સ્ત્રી વર્ગ લોખંડ કે કેમિકલ લાઈન માં સારો લાભ રહે આવક સારી ઉભી થાય સૂર્ય નં આપની રાશી માં આગમન વિશ્વાસ માં વધારો થાય.
બહેનો :- જુના મિત્રો ને મળવાનો આનંદ લઇ શકો સંતાન થી લાભ.

મીન :- દશમાં સ્થાને ચંદ્ર નં આગમન ઉદ્યોગ ધંધો નોકરીયાત દરેક માટે શુભ ફળ આપનાર બને નોકરીયાત વર્ગ માટે સારા સમચારો ની પ્રાપ્તિ થાય નવા ધંધા નં સ્વપ્ન સાકાર બને સૂર્ય નં બારમે આગમન વડીલ વર્ગ થી ચિંતા વધે.
બહેનો :- પીતરું પક્ષે પ્રસંગોચિત જવાનો અવસર મળે.

વાસ્તુ :- અમાસ નાં દિવસે મૌન રાખી પીતરું કાર્ય દેવ કાર્ય કે જપ તર્પણ કરવાથી મન ની ડેક કામના ઓ ની પુરતી થાય.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/