ભાવનગર અને ઘોઘા તાલુકાનાં ૨૬૬ ફ્રન્ટલાઇન વર્કરોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાયો

તાલુકા હેલ્થ કચેરી ભાવનગર અને ઘોઘા ખાતે તા.૭-૨-૨૦૨૧ના રોજ આ બંને
તાલુકાના ફ્રન્ટલાઇન વર્કર તલાટી મંત્રીશ્રી અને શિક્ષકોનો કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ રાખવામા આવ્યું હતો. જેમાં ભાવનગર તાલુકાનાં ૨૧૯ અને ઘોઘા તાલુકાનાં ૪૭ ફ્રન્ટલાઇન વર્કરોને રસીકરણના પ્રથમડોઝથી રક્ષીત કરવામાં આવ્યા હતા.
આ રસીકરણ કેમ્પમાં કેન્સર, અસ્થમા, ડાયાબીટીસ, હાયપરટેન્શન અને આની ગંભીર રોગો ધરાવતા તલાટીશ્રી અને શિક્ષકોએ પણ કોવીડ-૧૯ રસીકરણનો લાભ મેળવ્યો હતો તેમજ બાકી રહેલ ફ્રન્ટલાઇનવર્કરોને વહેલી તકે કોવીડ-૧૯ની રસી લઈ સુરક્ષીત થવા આપીલ કરવામાં આવી હતી.
Recent Comments