fbpx
ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારની આવકાર દાયક પહેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજય સરકાર પુરસ્કૃત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. હેઠળની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મહુવા તાલુકાના લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંધ કાર્યાલયનું ઉદઘાટન કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ દ્રારા ૨૮ લાખનું સી.આઈ.એફ. અને ૩૦ લાખનું સી.સી.ડિસ્ટર્બસમેન્ટ મળી કુલ ૫૮ લાખની સહાય આ પ્રસંગે મંજૂર કરાઈ હતી.

સખી સંઘ કાર્યાલય હેઠળ મહુવા તાલુકાનાં વિવિધ સખી મંડળોની ૧૬૬૦ થી વધુ બહેનો જોડાઈ હતી. જે બહેનો આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને તે હેતુથી એન.આર.એલ.એમ.યોજના હેઠળ ૨૮ લાખનું વિના વ્યાજનું ધિરાણ અપાયું હતું. આ ક્લસ્ટર લેવલ ફેડરેશનનું સંપૂર્ણ સંચાલન સખી મંડળની બહેનો દ્વારા જ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે વધુમાં વધુ બહેનોને સખી મંડળમાં જોડાવાની અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બારનવાલે જણાવ્યુ હતું કે જો મહિલાઓ આત્મનિર્ભર હશે તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સામનો કરી શકશે તેમજ આપ સૌને આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સક્ષમ જોઈ આવનારી નવી પેઢીને પણ પ્રેરણા મળશે. મહિલાઓ ઓદ્યોગિક ક્ષેત્રે આગળ વધે અને પગભર બને તે હેતુથી આ ધિરાણ આપવામાં આવ્યું છે તેમ જણાવી ગ્રામીણ લોકો શહેરીઓની તુલના કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા અને બાળ વિકાસ અધિકારી શ્રી કે.વી.કાતરીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી જાગૃતિબેન, નાબાર્ડ ડી.જી.એમ. શ્રી દિપકકુમાર ખલાસ, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી.એલ.એમ.શ્રી, એન.આર.એલ.એમ. અને પીડીલાઈટની ટીમ અને સમર્થન ક્લસ્ટર ફેડરેશનના ૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/