fbpx
ભાવનગર

ભાવનગરના ગોહિલવાડમાં એક જ સપ્તાહમાં વાવેતરમાં ૩.૫૦ ગણો વધારો

ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે. ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર ૪૪૦૦ હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર ૯૧૦૦ હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું ૪૮.૩૫ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. ભાવનગર જિલ્લામાં હવે નવેમ્બરના તૃતિય સપ્તાહના આરંભે ગુલાબી ઠંડીનો આરંભ થઇ જતા પંથકમાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું વે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૮,૩૦૦ હેકટરમાં આરંભિક તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે. જે હવે ઠંડી જામતા આગળ વધશે. ગચ સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૫૧૦૦ હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં સાડા ત્રણ ગણું વધીને ૧૮,૩૦૦ હેકટરમાં થઇ ગયું છે. જેમાં સર્વાધિક વાવેતર ચણાનું ૫૨૦૦ હેકટર જમીનમાં થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/