fbpx
ભાવનગર

ભંગારમાં આવેલા જહાજમાંથી એન્જીન, જનરેટરજેવા મેન પાર્ટસને ભારતમાં અને વિદેશમાં નિકાસ

અલંગની શિપ મશિનરીના વ્યવસાયમાં નાના-મોટા ૪૦૦ વેપારીઓ સંકળાયેલા છે, અને દિલ્હી, મુંબઇથી પણ વેપારીઓ આ વ્યવસાયમાં સામેલ છે. જહાજ બીચ થઇ ગયા બાદ સંબંધિત શિપ મશિનરીની વિગતોના આધારે સ્પેર પાર્ટ્‌સ ખરીદનારા લોકો આગળ આવે છે. પાર્ટ્‌સને હરાજીથી વેચવામાં આવે છે, અને ખરીદનાર પેઢીઓ પોતાના યાર્ડમાં આવા પાર્ટ્‌સ જાે વપરાયેલા હોય તો તેને રીકન્ડિશન્ડ કરે છે. નિષ્ણાંત લોકો તેને ખોલી, ઓવર-ઓઇલિંગ, નાની મરામત કરી અને પુનઃકાયાર્ન્વિત કરે છે. આ વ્યવસાય ભારતને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ પણ રળી આપે છે. જે જહાજ દરિયામાં જળમુસાફરી ખેડી રહ્યા હોય છે તેમાં ક્યારેક ને ક્યારેક યાંત્રિક ખોટકો તો સર્જાય જ છે. આવી ખામી દૂર કરવા નવા પાર્ટ્‌સ માટે જહાજ માલીકોએ ૬ મહિના જેટલા સમયની રાહ જાેવી પડે છે, તે દરિયામાં ઉભા હોય તેવા જહાજને પોસાય નહીં, આવા સમયે સ્પેર પાર્ટ્‌સ અલંગમાંથી સસ્તા દરે મળી રહે છે.અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજાેમાં મુખ્યત્વે, એટલે કે ૮૮ટકા જેટલું લોખંડ-સ્ક્રેપ હોય છે, પરંતુ લોખંડ સિવાય જહાજના મેઇન એન્જીન, જનરેટર, નેવિગેશન આઇટમો, ફર્નિચર, પંખો, શાફ્ટ, પિસ્ટન, વાલ્વ, પિસ્ટન રિંગો, ટર્બો, કમ્પ્રેસર સહિતના પાર્ટ્‌સ નિકળે છે, જેમાંથી મોટાભાગના સ્પેર્સ-પાર્ટ્‌સને રીકન્ડિશન્ડ કરી ભારતમાં અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. અલંગ શિપ મશિનરી એસોસિએશનના સેક્રેટરી અને માલવી મરિનના ઇરફાનભાઇ માલવીના મતે, દરિયામાં ચાલુ જહાજને ખોટકો આવે ત્યારે તેમાં આવશ્યક પાર્ટ્‌સ નવો લેવા જાય તો મોંઘો, અને સમય માંગી લે તેવું હોય છે, જ્યારે અલંગમાંથી ઓરિજનલ, રીકન્ડિશન્ડ પાર્ટ્‌સ ઓછા સમયમાં અને ઓછી કિંમતે મળી રહે છે. સ્ૈંઝ્રજી ઇમ્પેક્સના નયનભાઇ શાહના મતે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ વડે શિપ મશિનરી ઉદ્યોગ નવી ઉંચાઇ પર પહોંચ્યો છે. અલંગમાં ભંગાયેલા જહાજની મશિનરી ચાલુ શિપ માટે મહત્વપૂર્ણ બને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/