fbpx
ભાવનગર

ભાવનગરના હાડવૈદે ૫ હજાર લોકોની મફત સેવા- સુશ્રુષા કરી વિવિધ દુઃખાવાના દર્દમાંથી મુક્તિ અપાવી

છેલ્લાં ૨૩ વર્ષથી દરિદ્રનારાયણ માટેના સેવાયજ્ઞની ‘અલખ’ જગાવી છે

ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં એક હાડવૈદ છેલ્લાં ૨૩ વર્ષથી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જેનાં દ્વારા તેમણે ભાવનગર શહેરના વિવિધ દુઃખાવાથી પીડાતા પ હજાર લોકોની સેવા – સુશ્રુષા કરીને તેમને આ પીડામાંથી મુક્તિ અપાવી છે. વ્યવસાયે હાડવૈદ એવાં શ્રી નાનજીભાઈ ડાભીનું નામ ભલે ‘નાનું’ હોય પરંતુ તેમનું સમાજસેવા માટેનું ‘કામ’ મોટું છે.આજે બોર તળાવ વિસ્તારમાં નિ:શૂલ્ક સેવા કેમ્પ યોજીને આશરે ૫૦૦ લોકોને કમર, હાથ પગના દુ,:ખાવા, ખભાના દુ:ખાવા વગેરેની દવા નિ:શૂલ્ક પૂરી પાડી હતી. મની સેવાને ઉજાગર કરતાં તેમના દવાખાનાનું નામ પણ ‘અલખ’ છે. જે અલગ પણ છે અને અનોખું પણ છે. દુઃખથી પીડાતા લોકો માટે તે ‘અલખનો ઓટલો’ છે. કારણ કે જ્યારે પણ સેવાની હાકલ પડે છે ત્યારે તેઓ ગમે તે સમયે દર્દીના ઘરે પહોંચી જઈને સેવા પૂરી પાડે છે.

        તેઓ છેલ્લાં ઘણા સમયથી વિવિધ કેમ્પ યોજીને ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારના પાંચ હજારથી વધુ લોકોને આ રીતે મફત દવા પૂરી પાડીને તેમને દુઃખાવામાંથી મુક્તિ અપાવી ચૂક્યાં છે.  તેઓ નિષ્ણાંત હાડકાના ડોક્ટર પાસે તેમના આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને આટલાં વર્ષોમાં તેમણે મેળવેલા જ્ઞાનની સુવાસ લોકો વચ્ચે આ રીતે સેવા દ્વારા વહેંચે છે. મૂળે સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાર ગામના નાનજીભાઈના પિતાશ્રી કાળુભાઈ ડાભી પણ તેમના સમયમાં ગામમાં હાડવૈદ તરીકેનું કાર્ય કરતા હતાં. તે રીતે તેમને વારસાગત રીતે જ આ વિદ્યા હસ્તગત છે. તેઓ ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં દરરોજ ૯ થી ૧૦ વાગ્યા સુધી દુ:ખાવાથી પીડાતા દર્દીઓની સેવા નિ:શૂલ્ક કરે છે. આ ઉપરાંત દર રવિવારે ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે પણ કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશૂલ્ક સારવાર કરે છે.

        તેઓ તેમના આ સેવાકાર્ય વિશે જણાવે છે કે, અત્યારે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે. ઉત્તરાયણ પર્વમાં લોકો વિવિધ પ્રકારનો સેવા, દાન, ધર્મ કરતાં હોય છે. પરંતુ મારા માટે તો સમગ્ર વર્ષ ઉતરાયણ હોય છે. કારણ કે દરિદ્રનારાયણનો દુઃખ દર્દ દૂર કરી તેમનું જીવન સુખમય રીતે પતંગની જેમ વિહરતું રહે તે જ મારો ધ્યેય છે. સેવા એ મારી ગળથૂથીના સંસ્કાર છે. મારાથી શક્ય તેટલાં વધુ લોકોને પહોંચી શકાય તે માટેનો હંમેશા પ્રયત્ન કરું છું.

        તેમની સેવાના આ કાર્યમાં ભાવનગરના જાણીતા સેવાભાવી કાળુભાઈ જાંબુચાનો પણ આર્થિક સહયોગ મળે છે. તેથી તેમની સેવાનું આ કાર્ય અને સેવાનું ફલક વધતું જાય છે. આજે કેમ્પમાં ખભાના દુ:ખાવાની દવા લેવા આવેલાં બાબુભાઈ પટેલે તેમની સેવાને વખાણી હતી. મોહમ્મદભાઈ કુરેશી તેમના મમ્મી-પપ્પાના સાંધાના દુ:ખાવાની દવા લેવા માટે આવ્યાં હતાં તેઓએ પણ નાનુભાઈની દવા અસરકારક છે અને તેઓ કાળજીપૂર્વક દરેકની સેવા કરે છે તેમ તેમનાં પ્રતિભાવમાં જણાવ્યું હતું. આમ, સંસ્કારીનગરી એવું ભાવનગર કલાક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રે પણ કોઈ જગ્યાએ પાછળ નથી. આવાં પરગજુ અને પરોપકારી લોકોને કારણે જ માનવતા હજુ જીવંત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/