fbpx
ભાવનગર

ભાવનગર કોર્પોરેશન અને જિલ્લા પંચાયત દ્વારા જર્જરિત આંગણવાડીઓ બાબતે કોઈ દરકાર લેવામાં આવતી નથી

ભાવનગરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મોડેલ આંગણવાડીનું બાંધકામ આવકારદાયક છે પરંતુ એકાદ મોડેલ આંગણવાડીને કારણે અનેક આંગણવાડીઓની જર્જરિતતાની બેદરકારી ઢંકાઈ નહી જાય. ભાવનગર કોર્પોરેશન અને જિલ્લા પંચાયત દ્વારા જર્જરિત આંગણવાડીઓ બાબતે કોઈ દરકાર લેવામાં આવતી નથી. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખંડેર થઈ ગયેલા આંગણવાડીના બિલ્ડીંગો હેઠળ ગમ્મત સાથે જ્ઞાન મેળવતા નાના ભૂલકાઓની હાલત દયનીય છે. મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ બહાર પડ્યા દેખાયેલા છે. આંગણવાડી આસપાસ ગંદકીના થર, બાળકો માટે ટોયલેટ કે શૌચાલયો પણ પણ હોતા નથી. દીવાલોમાં મોટી મોટી તિરાડો, ઉધઈ ખાઈ ગયેલા બારી-બારણા અને ભંડકિયા જેવા એકાદ ઓરડામાં ચાલતી આંગણવાડીઓ ખરેખર દેશના ભાવિના પાયા જ નબળા પાડી દે છે. લાંબા સમયથી જર્જરિત મકાનો અને ભાડેના મકાનમાં ચાલતી આંગણવાડીઓ છતાં સરકાર કે સ્થાનિક તંત્રને નવી આંગણવાડીઓ બનાવવામાં રસ નથી. ગ્રામ્ય કક્ષાની આંગણવાડીઓ જોતા કોઈ રાજકીય આગેવાન તો ઠીક કાર્યકરના સંતાનોને પણ આ આંગણવાડીમાં પ્રવેશ કરવા દે નહીં તેવી ખરાબ હાલત છે. અને બીજી તરફ માત્ર એકાદ આંગણવાડીને અધ્યતન બનાવી સરકારે મોટો મીર માર્યો હોય  તેમ પ્રચાર પ્રસાર કરે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/