fbpx
ભાવનગર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ લોકોના ડૂબવાથી મોત

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે, એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. તેના બચાવવા જતાં અન્ય ૩ લોકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આમ કુલ ૪ જિંદગીઓ ડૂબી ગઈ હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો સેદરડા ગામની આ યુવતીઓ બપોરના સમયે રોઝકી ડેમ પર કપડાં ધોવા માટે ગઈ હતી. આ મહિલાઓ સાથે ૨૧ વર્ષીય યુવક નિકુલ બારૈયા પણ હાજર હતો.
અકાળે સાથે આવેલો યુવક ડેમના કાંઠે આમ તેમ ફરી રહ્યો હતો તે જ સમયે તેનો પગ લપસી ગયો હતો. જેથી તે પાણી ડૂબી રહ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી કપડાં ધોતી તેની માતા, અન્ય દિકરાની પુત્રવધૂ, તેમજ બહેને ચીસાચીસ કરી હતી પણ બપોરનો સમય હોવાથી ડેમની આસપાસ કોઈ પણ ભટકતું ન હતું. આથી સત્વરે પ્રથમ માતા પોતના વ્હાલસોયાને બચાવવા કૂદકો મારે છે. તે બંનેને ડૂબતાં જાેઇ પુત્રવધૂ પણ દિકરા અને સાસુને બચાવવા છલાંગ માંરે છે પણ પાણી ખૂબ ઊડું હોવાથી અને તરતા ન આવડતું હોવાથી ત્રણેય લોકો ડૂબવા લાગે છે. આ દ્રશ્ય જાેઇ કાંઠે ઊભેલી બહેન પણ હિમંત કરી બચાવવા ઝંપલાવે છે પણ તે પણ ડૂબવા લાગે છે. આમ ૧ યુવકને બચાવવા જતા અન્ય ૩ના પણ ડૂબવાથી કમકમાટી ભર્યા મોત થાય છે.

ઘટનાથી જાણ થતા ગામ માંથી ટોળે ટોળાં ઘટના સ્થળ પર ધસી આવે છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કોલ કરવામાં આવતા તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ચારેયના મૃતદેહો બહાર કાઢવાની તજવીજ હાથ ધરે છે. એક જ માળાના એટલે કે પરિવારના પુત્ર, માતા, બહેન અને ભાભીના મૃતદેહોનો કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ચકચારી ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો પોલીસે ઘટના કેવી રીતે બની તેની તપાસ આદરી છે.

સહેલાણીએ દરિયે ફરવા નીકળી પડ્યા હતા. સુરતના સુંવાલીના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે ભટારનગર, આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જાેડાયા હતા. જેમાં વિકાસ સાલ્વે નામના યુવકનો જીવ બચાવી લેવાયો હતો જ્યારે ઇચ્છાપોર ખાતે રહેતા સચિનકુમાર જાદવ અને અન્ય એકનો મૃતદેહ મળી આવ્યો હતો.

નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના ૫ લોકોના મોત નિપજ્યાં છે. જણાવી દઇએ કે, રવિવારે આ પરિવાર માંડણનાં નદી કિનારે ફરવા આવ્યું હતું. જેમાંથી ગત રોજ મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ આજે મળી આવ્યાં હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/