fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૩૪૮ કેસો પૈકી ૮૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૨૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૩૪૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૨, વલ્લભીપુર ખાતે ૧, સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે૧, સિહોર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે ૧ તથા તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૮ લોકોના કોરોના રીપોર્ટપોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૫ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતાતેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતાઅને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટેહોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમઆઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૩૪૮ કેસ પૈકી હાલ ૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૧૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/