fbpx
ભાવનગર

દેશવ્યાપી બોગસ બિલિંગનું મસમોટું કૌભાંડ ભાવનગરથી ઝડપાયું

દેશ વ્યાપી મોટું બોગસ બિલિંગનું નેટવર્ક ભાવનગરથી ચાલી રહ્યું છે, અને તેને નાબૂદ કરવા માટે તમામ સરકારી વિભાગોનો સહકાર લઇ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. સીજીએસટીના અધિકારીઓને મળેલો બાતમીના આધારે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા જીએસટી નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૩૨૧માંથી બનાવવામાં આવી રહ્યા હોવાની બાબત આઇ.પી.એડ્રેસના આધારે ખુલતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીઓને આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસ કાફલો અને સીજીએસટીના અધિકારીઓ નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૨૧માં મારવામાં આવેલા સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી અનેક ચોંકાવનારા દસ્તાવેજાે હાથ લાગ્યા છે. જાે કે સાંથે અધિકારીઓ પર આરોપીઓએ કરેલા હુમલા દરમિયાન કોમ્પ્યુટર, પ્રીન્ટર, સીસીટીવી કેમેરાનું રેકોર્ડર લઇને નાસી ગયા હતા. દરમિયાન આરોપીઓ પૈકીના વલી હાલારી અને તોફિક હાલારીના નવાપરા માળીવાળા ખાંચામાં બાગે રસૂલ ફ્લેટમાં એ-૪૦૧માં તપાસ હાથ ધરી હતી.

જાે કે પુરૂષવર્ગ હાજર નહીં હોવાથી મહિલાઓના નિવેદનો લેવાયા હતા, અને તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી આવ્યુ હતુ. આ ફ્લેટની અગાસીમાં ગેરકાયદે બનાવવામાં આવેલી કોર્પોરેટ કલ્ચરની ઓફિસ ખોલાવી હતી, જેમાંથી હુક્કાબારનો સામાન મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી, જાે ઓફિસ ગેરકાયદે હોય તો હટાવવા ટકોર કરી હતી. અમદાવાદમાં એસજીએસટીના અધિકારીઓ પર માધવ કોપર લિમિટેડના નિલેશ પટેલ દ્વારા, સિહોરમાં ગોપાલ રોલિંગ મિલના ગોપાલભાઇ દ્વારા સીજીએસટીના અધિકારીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ વધુ એક ઘટના બનતા ઉચ્ચકક્ષાએથી તમામ સરકારી વિભાગોને સંકલન કરી અને આરોપીઓને સજા કરાવવા સુધી અને કોઇપણ ચમરબંધીને નહીં છોડવા સુચનાઓ આપવામાં આવી છે.

સીજીએસટી અધિકારીઓ પર નવાપરાના મહેક ફ્લેટમાં બોગસ બિલિંગ આચરી રહેલા લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભાવનગર એએસપી દ્વારા તમામ ફ્લેટના રહીશોના નિવેદનો નોંધવાનો આદેશ આપ્યો હતો. સીજીએસટીના અધિકારીઓને માર મારવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઉચ્ચકક્ષાએ પડતા, તુરંત આરોપીઓ જે જે ગુનામાં સામેલ હોય તેની સામે કડક પગલા ભરવા અને આરોપીઓને જબ્બે કરવા ઉચ્ચકક્ષાએથી આદેશ છોડવામાં આવ્યા છે. નવાપરાના બાગે-રસૂલ ફ્લેટના પાર્કિંગમાં આરોપીઓ પૈકી એકની કાર મળી આવી હતી.

જેમાં કીયા-શેલ્ટોસ કારમાં આગળની નંબર પ્લેટ જીજે-૦૪-ડીએન-૮૦૦ હતી, જે આઇ-૨૦ કારનો નંબર છે, અને કોઇ શક્તિસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે શેલ્ટોસ કારમાં પાછળ નંબર પ્લેટ જીજે-૦૪-ડીએન-૮૦૦૮ હતી અને તે તોફિક હાલારીના નામે નોંધાયેલી છે. સીજીએસટી અને ભાવનગર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવતા વલી હાલારી, તોફિક હાલારીના નિવાસ્થાન નવાપરાના બાગે-રસૂલ ફ્લેટમાંથી સીસીટીવીનું ડીવીઆર પોલીસે કબજે લીધુ છે, અને તેના આધારે આગામી તપાસ આગળ વધારવામાં આવશે.ભાવનગર ખાતે દરોડા દરમિયાન સીજીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર કરવામાં આવેલા હુમલાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરકારી કર્મીઓ પર બોગસ બિલિંગના રેકેટે ચલાવનારા કુખ્યાત લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવતા તમામ સરકારી તંત્ર એક બની પગલા લઇ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/