fbpx
ભાવનગર

કપાસના પાકમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટેના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઇ

        ભાવનગર જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા દ્વારા કપાસના પાકમાં ગુલાબી ઇયળ ના નિયંત્રણ માટેના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જેમા જણાવ્યા અનુસાર મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફૂદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા ખેડૂતોએ સામુહિક ધોરણે ગોઠવવા. લીંબોળીના મીંજનો ભુકો ૫%+લીબોળીનુ તેલ ૫૦મીલી+ધોવાનો પાવડર ૧૦ગ્રામ  ૧૦ લીટર પાણીમાં મીક્ષ કરી વાવણીના ૫૦-૬૦ દિવસ પછી છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી @ ૧ થી ૧.૫ લાખ પ્રતિ હેકટરે ૧૫ દિવસના આંતરે ૪ થી ૫ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરી શકાય.

ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયેથી બીવેરીયા બેસીયાના નો ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો. કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડયા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી/ જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિલિ અથવા  ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ડેલ્ટારમેથ્રીન ૧.૮ ઈસી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ અથવા કલોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઈસી ૨૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો.

        આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/