કોળીયાક ખાતે યોજાઇ રહેલાં લોકમેળામાં આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે
ભાવનગરના કોળીયાક ખાતે જાણીતા નિષ્કલંક મહાદેવ ખાતે યોજાઇ રહેલાં લોકમેળામાં આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે રહીને લોકોની સેવા કરી રહી છે. મેળામાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે ૬- ક્લોરીનેશનની ટીમ કાર્યરત છે. જે વિવિધ પાણીની ટાંકીઓ અને પાણીના સંગ્રહસ્થાનોને ક્લોરીનેશનથી શુદ્ધ કરી રહી છે. આ ઉપરાંત લોકોને આકસ્મિક સંજોગોમાં સારવાર આપી શકાય તે માટે ૩- મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ સિવાય લોકોને આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપવા માટે એક પ્રદર્શન વાન સાથેની ટીમ પણ ગોઠવવામાં આવી છે. આ સિવાય કોરોનાના રસીકરણ મમાટે પણ એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે મેળામાં આવતાં લોકોને સતત પોતાની સેવા આપી રહી છે. આ ઉપરાંત નિષ્કલંક મહાદેવ પ્રાથમિક શાળા ખાતે ઈમરજન્સી ટીમ તેમજ નિષ્કલંક ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૪ કલાકની ઈમરજન્સી ટીમ કાર્યરત છે.
Recent Comments