fbpx
ભાવનગર

કલેકટરએ રમતનો માહોલ જોઈને ’ક્ષેપક ટકરાવ’ રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો

ભાવનગરનાં શિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે આયોજિત ૩૬ મી મેશનલ ગેમ્સનાં જાગૃતિ કાર્યક્રમમાં ખેલાડીઓ વચ્ચે “ક્ષેપક ટકરાવ” ની રમત રમાડવામાં આવી હતી. આ રમતને જોઇને અધિકારીઓ અને પદાધિકારીઓમાં રમતનો જુસ્સો આવી ગયો હતો. અને તેઓએ પણ તેમના રમતના કૌશલ્યને ઝળકાવાની તક જોતાં તેઓ પણ આ રમત રમવાં માટે મેદાનમાં આવી ગયાં હતાં.

        જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે ટેનિસનાં ખૂબ સારા ખેલાડી છે તે સૌ કોઇ જાણે છે પરંતુ આજે તેઓ હાથથી રમવાની રમત સાથે પગથી રમવાની રમતના પણ આલા ખેલાડી છે તે તેમની રમતથી પુરવાર કર્યું હતું.

        ’ક્ષેપક’ ની રમતમાં હાથ અડાડ્યાં વગર પગ અને માથાથી રમવાની રમત છે. તે રમવી અઘરી હોય છે. પરંતુ કલેક્ટરશ્રીએ આ રમતને પ્રોફેશનલ ખેલાડી રમતાં હોય તે રીતે સહજતાથી અને સરળતાથી રમીને આ રમતના ખેલાડીઓને પણ અચંબામાં મૂકી દીધાં હતાં.

        શિહોર ખાતેની ગોપનાથજી કોલેજ ખાતે યોજાયેલ રમત-ગમત જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓની “ક્ષેપક ટકરાવ” ની રમતમાં ભાગ લઈને અધિકારીઓ અને પદાધિકારીઓએ ખેલદિલીની ભાવના દર્શાવી અને ઉપસ્થિત સૌ ખેલાડીઓનો જુસ્સો પૂરો પાડ્યો હતો.               

        ’ખેલે તે ખીલે’ ના ન્યાયે આ રમત શરૂ થતાં પહેલાં કલેકટરશ્રીએ ’ક્ષેપક ટકરાવ’ની રમતના નિયમો ઉપસ્થિત કોચ પાસેથી જાણી વહીવટી તંત્રની વ્યસ્તતા વચ્ચે પોતાની રમતનું નિદર્શન કરીને પોતાની ચુસ્તતાના દર્શન કરાવ્યાં હતાં.

        સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વી.ડી. નકુમે પણ ’ક્ષેપક રમતમાં હેડથી રમીને પોતાની ઉત્કૃષ્ટ રમત પ્રતિભા દર્શાવી હતી.

        આમ, મેદાન પરના ખેલાડીઓની રમતમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ ઉતરીને રમતના મેદાનને વાસ્તવમાં ખેલના વાસ્તવિક મેદાનની જેમ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવી દીધું હતું.

        આ કાર્યક્રમમા શહેર ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તૃપ્તિબેન, શિહોર પ્રાંત અધિકારીશ્રી ડી. વી. વાળા, શિહોર મામલતદાર કુ. મોસમ જાસપુરીયા, સહિત કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/