fbpx
ભાવનગર

ભાવનગર શહેરની કે.પી.ઈ.એસ. કોલેજ ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ’નો જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલી ‘૩૬ મી નેશનલ ગેમ્સ’ રાજયના છ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અને ગાંધીનગર ખાતે યોજાનાર છે. જેનાં ભાગરૂપે ભાવનગર શહેરની કે.પી.ઈ.એસ. કોલેજ ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ’નો જાગૃતિ અંગેનો કાર્યક્રમ રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવનાં અધ્યક્ષસ્થાને યોજાયો  હતો.

        આ અવસરે રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવે કહ્યું કે, તંદુરસ્ત સમાજના નિર્માણ માટે રમત-ગમતનું વાતાવરણ શેરી- મહોલ્લાથી લઇ રાજ્ય અને સમગ્ર દેશમાં બનવું જોઇએ.

        ગેમ તમને માનસિક ચુસ્તતા બક્ષવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે તેમ જણાવી તેમણે રમતો રમવાથી નામ અને કલદાર તો મળે જ છે. આ સાથે તે આપણાં મગજને ’સ્પોર્ટી અને ’એક્ટીવ’ બનાવે છે. સક્રિય જીવન જીવવાં માટે પણ તે ખૂબ જ જરૂરી છે.

        તેમણે કહ્યું કે, કોરોનાને કારણે આપણે બેઠાડું બની ગયાં છીએ. તાજેતરમાં જે નીટ અને જે.ઇ.ઇ. ના પરિણામ જાહેર થયાં તેમાં પણ કટ ઓફ માર્કમાં મોટો ઘટાડો જોવાં મળ્યો હતો. તેની પાછળનું કારણ સતત ઘરમાં રહીને બહાર ન નિકળવાનું છે. ઘરમાં રહીને માણસ આળસુ થઇ જાય છે.જ્યારે તે મેદાનમાં જાય તો તેનામાં શરીરની સ્ફૂર્તિ સાથે મગજની પણ સ્ફૂર્તિ આવે છે.

        ગુજરાતમાં આ નેશનલ ગેમ્સ રમવાથી એક પ્રકારનું રાજ્યમાં વાતાવરણ ઉભું થશે. જેનાથી ભવિષ્યમાં ખૂબ મોટો ફાયદો થશે. આ નેશનલ ગેમ્સ ભારતની ’ઓલિમ્પિક ગેમ’ ગણાય છે. ૭ વર્ષ પછી દેશમાં તેનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતે આ માટે કરવી પડતી ૨ વર્ષની તૈયારીઓ માત્ર ૩ મહિનામાં કરીને તેનું કૌવત બતાવ્યું છે તે આપણાં માટે ગૌરવની બાબત છે.

        તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નેશનલ ગેમ્સની શરૂઆત સને-૧૯૩૪ માં લાહોરથી થઇ હતી. છેલ્લી નેશનલ ગેમ કેરાલામાં સને-૧૯૧૫ માં રમાઇ હતી. ભાવનગરમાં આમાથી ચાર ગેમ રમાવાની છે. ત્યારે આપણે તેમાં ઉત્સાહથી સહભાગી થઇએ.

        આ અવસરે ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃતિ અભિયાનનાં કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટ્સ ફિલ્મનુ નિદર્શન, માસ્કોટનું પ્રેઝન્ટેશન, ફિટ ઇન્ડિયાની શપથ સાથે સમૂહ રમતોત્સવ અને ખેલ મહાકુંભના શ્રેષ્ઠ ખેલાડીઓનું જાહેર અભિવાદન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલશ્રી ધર્મેન્દ્રભાઇએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

        આ તકે વોલીબોલ કોચશ્રી ધર્મેન્દ્રસિંહ, ક્રિકેટ કોચશ્રી ધર્મેન્દ્રસિંહ, કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલશ્રી ધર્મેશભાઈ પરમાર સહિત કોલેજનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/