fbpx
ભાવનગર

ભૂતિયા (ડેમ )પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

પાલીતાણા તાલુકાની શ્રી ભૂતિયા પ્રાથમિક શાળાના ૬૫ માં  સ્થાપના દિન નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં માનનીય સાંસદ શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા દ્વારા આપવામાં આવેલ રૂપિયા ૧૦ લાખના બે રુમ નું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તથા ગોપાલભાઈ વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું.તથા શાળામાં ગામના નોકરિયાત અને ધંધાર્થી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ (૧૦ કમ્પ્યુટર)ની લેબનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી વિજયસિંહ ચૌહાણ ના હસ્તે  કરવામાં આવ્યું.શાળાના બાળકો દ્વરા સાંસ્કૃતિક  કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન શાળાના તમામ ભૂતપૂર્વ શિક્ષકોનું તથા ગામના તમામ નોકરીયાતોનું સન્માનપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મનુભાઈ કામળીયા દ્વારા રૂ.૨.૫ લાખ (અઢી લાખ )ની શાળાની દીવાલ માટે જાહેરાત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભોજન ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો હતો. તથા બાળકોને ભોજન પાલીતાણા બાળઆનંદ ગ્રુપ દ્વારા આપવામાં અઆવ્યું હતું..આ  કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એમ.સી.ના સભ્યો,ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો એ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીરૂદાન ગઢવી અન રાજયગુરુ અખિલેશકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રી ગીતાબેન રમેશભાઈ શિયાળ . કે.વ.શાળાના આચાર્ય શ્રી ધવલભાઈ જોશી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/