fbpx
ભાવનગર

ભૌતિક સુખાકારીના કામો જન-જન સુધી સરળતાથી પહોંચતા થયાં છે -સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ

ગુજરાતમાં ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી  જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે વિશ્વાસથી વિકાસની યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે વર્ચુઅલ જોડાયેલા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યનાં લોકોની સુખાકારી વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. ભાવનગર જિલ્લામાં લોકોની સેવામાં વધારો કરવા તેમજ કરોડોના ખર્ચે તૈયાર થનાર વિકાસના વિવિધ કામો લોકો માટે આજે ખુલ્લું મુકવાનો અવસર છે. આ કાર્યક્રમ અંતર્ગત અવિરતપણે આવા અનેક વિકાસના કામો મુખ્યમંત્રીશ્રી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશના સંસાધનો દેશમાં જ બને તે માટે પણ સરકાર કટીબધ્ધ છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા અનેક ક્ષેત્રે કામગીરીઓ  કરવામાં આવી રહી છે અને લોકોને લાભ પહોંચતા થયા છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વિકાસ થકી જિલ્લામાં અનેક બદલાવ જોવા મળી રહ્યો છે. છેવાડાના માનવીને પણ વિકાસના ફળો મળે તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે. ગુજરાતની ધરાને હરિયાળી રાખવા માટે શ્રમકાર્ય કરતા ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ થકી લાભ પહોચાડવામાં આવી રહ્યો છે.

બદલાતા સમયની સાથે નવી જરૂરિયાતો પણ ઉભી થાય છે. તેને સંતોષવા માટે અનેક પગલાઓ હાથ ધરવા પડતા હોય છે. શહેરની સાથે ગામડાના વિકાસ માટે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નળ-ગટર, આરોગ્ય, પરિવહન સહિતના તમામ ક્ષેત્રનો વિકાસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યો છે. ગામડાઓને પણ શહેરની જેમ જ બનાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધર્યા છે અને તેની સિધ્ધિઓ પણ જોવા મળી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત અનેક કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જનભાગીદારીથી અનેક ક્ષેત્રે જનતાને સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવા ખાતમુર્હુત તેમજ લોકાર્પણના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરની સાથે ગ્રામીણ ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અનેક કામો હાથ ધરી રહી છે. જેનો સીધો લાભ લોકો સુધી પહોંચતો કર્યો છે.

લોકોની જીવન સુખાકારીમાં વધારો કરવા માટે સરકારશ્રી દ્વારા સામાન્ય લોકોને પણ તમામ સુવિધાઓનો લાભ મળે તે માટે અનેક ક્ષેત્રે વિકાસ હાથ ધર્યો છે. ખેતી, ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય, ગેસ, શૌચાલય, ઉજવલ્લા યોજના, રેશનિંગ, આરોગ્યને લગત તમામ ક્ષેત્રે જે વિકાસ હાથ ધરવામાં આવ્યો તેને સામાન્ય માણસ સુધી  આ તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યના વિકાસ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. આરોગ્ય, રોડ-રસ્તા, પીવાનાં પાણી સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસે હરણફાળ ભરી છે.

આ તકે પ્રાસંગિક ઉદબોધન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબારી હેઠળ વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ થકી વિકાસના કામોની ભેટ મળી છે તેના થકી જિલ્લામાં અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે અને આવનાર દિવસોમાં પણ અનેક વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે.

ભાવનગર જિલ્લા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત ખાતમુર્હુતના કુલ ૮૩ કામો રકમ રૂ. ૧૭.૧૫ કરોડ તથા લોકાર્પણના કુલ ૬૨ કામો રકમ રૂ. ૧૪.૯૦  કરોડ બંન્ને મળીને કુલ ૧૪૫ કામો ૨કમ રૂ. ૩૨.૦૫ કરોડનાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે

આ તકે ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, શ્રી બુધાભાઈ ગોહેલ સહિત જિલ્લાનાં આગેવાનો, જિલ્લાનાં અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/